
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે હળદર અને મરી પાકોના ગુણવત્તા સભર બીજ ઉત્પાદન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો;
નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે “મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલચર નોડ્લ ઓફ્રીસર” (મેગા સીડ) યોજના, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ના દ્રારા આયોજીત એક દિવસીય હળદર અને મરી પાકોના ગુણવતા સભર બીજ ઉત્પાદન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ ક્રાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી. વર્માએ નર્મદા જીલ્લામાં હળદરની ખેતી કરવા અંગે સૂચન કર્યું હતું. પ્રોજેકટ ઇનચાર્જ ડૉ.પંક્જ ભાલેરો (મદદનીશ પ્રાધ્યાપક), અસ્પી બાગયાત કોલેજ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી એ હળદર અને મરી પાકોની ખેતી પદ્ધતિ અંગે ખેડૂતમિત્રોને માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ ડૉ.હર્શલ પટેલ (મદદનીસ પ્રાધ્યાપક), મેગા સીડ યોજના દ્રારા ખેડૂત ને હળદર અને મરી પાકોમાં પાક સંરક્ષણ અને શ્રી પ્રશાંત પાટીલ ગુણવતા સભર બીજ ઉત્પાદન અંગે માહીતી આપી હતી.
આ ક્રાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વૈજ્ઞાનિકો અને સ્ટાફે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ખેડૂત અને સંસ્થાનો સતાફ મળી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા