
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
એગ્રીકલ્ચર માટે મળતી વિજળીનો સમય બદલવાની માંગ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપ્યું;
હાલના સમય મુજબ બપોરે વીજળી મળતા ડાંગરની રોપણી કરવામાં મુશ્કેલી પડતી હોવાથી જૂનો સમય કરવા ખેડૂતોની માંગ;
ડેડીયાપાડા તાલુકામાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ચીકદા તેમજ ખૈડીપાડા સબ સ્ટેશનમાં આવતા ગામોના ખેડૂતો એ હાલ ખેતીવાડીમાં આપવામાં આવતી વીજળીના સમયમાં ફેરફાર કરવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું. આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર ના પાક ની રોપણી થતી હોય છે.જેમાં હાલ આ વિસ્તારમાં વરસાદની ખેંચ પડતા પિયત માટે ખેતીવાડી ની વીજળીનો ઉપયોગ કરવો પડતો હોય છે. આ વીજપુરવઠા નો સમય હાલ માં એક અઠવાડિયા માં રાત્રે 9 થી સવારે 5 વાગ્યે સુધી તેમજ બીજા અઠવાડિયે દિવસે બપોરે 1 થી 9 વાગ્યે સુધી મળે છે. જેમાં હાલ ડાંગરની રોપણી સમયે રોપણી કરનાર મજૂરો સવારે 9 થી 5 વાગ્યે મળવાપાત્ર છે .જયારે વીજપુરવઠો બપોરે 1 વાગે મળતાં સિંચાઇ તેમજ રોપની કરવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેમજ ખેતીકામ માં માનવ શક્તિની જરૂરિયાત વધુ પડતી હોવાથી જે હાલ નો જે શીડ્યુલ છે તે મુજબ ખેડૂતો ને ઘણી તકલીફ પડી રહી છે. જેથી ખેડૂતોને પેહલાની જેમ વીજળી નો સમય એક અઠવાડિયામાં સવારે 7.30 થી બપોરે 3.30 અને બીજા અઠવાડિયે રાત્રી દરમિયાન 10.30 થી સવારે 6.30 નો કરવાની માંગ ઉઠી છે.