
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર રાજપીપળા દ્વારા સુખદ સમાધાન;
ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરી દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ની શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં જિલ્લા દીઠ એક સપોર્ટ સેન્ટર નિયત થયેલ જે પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ છે નર્મદા જિલ્લામાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) મહિલા પોલીસ સ્ટેશન રાજપીપલા ખાતે કાર્યરત છે. આ સેન્ટર નો મુખ્ય હેતુ લિંગભેદ, સ્ત્રીભૃણ હત્યા, ઘરેલુ હિંસાના અત્યાચાર અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં પીડિત મહિલાને પોતે નિર્ભય હોવા, સક્ષમ બનવાની અને સંસ્થાકીય સહાય કરવાનો છે. સેન્ટરનો હેતુ વિવિધ મહિલાનું અને તેના પરિવારજનો આવશ્યકતા મુજબ “કાઉન્સેલિંગ” કરીને કાયદાકીય રક્ષણ તથા અન્ય વિકલ્પો પૈકી મહિલાની પોતાની પસંદગી અને નિર્ણય મુજબની કાર્યવાહીમાં મદદ અને માર્ગદર્શન પૂરું પાડવાનું છે. તેમજ સેન્ટર ખાતે નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે, તથા મહિલાઓના કેશની સંપૂર્ણ માહિતી ગોપનીય રાખવામાં આવે છે.
મહિલા સહાયતા કેન્દ્ર (PBSC) માં એક પીડિત મહિલા આવેલ જેમાં પીડિત મહિલાના બહેનપણીના પતિ દ્વારા સોશ્યલ મીડિયાનાં માધ્યમ થી હેરાનગતિ કરવામાં આવતી હતી, પીડિત મહિલા દ્વારા પોતાની રીતે આ સમસ્યા નું નિરાકરણ કરવા પ્રયત્ન કરેલ પરંતુ પીડિત મહિલા ની સમસ્યા ખુબજ વધી ગયેલ હતી, જેથી પીડિત મહિલા સેન્ટર ખાતે આવી પોતાની સમસ્યા જણાવી અરજી આપેલ જે અનુસંધાને PBSC નાં કાઉન્સેલરો દ્વારા પીડિત મહિલાના ફોનમાં જે સોશ્યલ મીડિયા દ્વારા અશ્લીલ ફોટા, વિડિયો મેસેજ જોઈ પીડિત મહિલાને સહાનુભૂતિ આપી આગળની કાર્યવાહી હાથ ધરી સામાપક્ષ ને સેન્ટર ખાતે બોલાવી બંને પક્ષ સાથે બેઠક કરી કાઉન્સેલિંગ કરેલ તેમજ સામા પક્ષે પણ પોતાની ભૂલ સ્વીકારી પિડીત મહિલા ની માફી માંગી અને હવે પછી કોઈપણ રીતે હેરાન કરવામાં નહિ આવે તેવી બાંહેદરી આપી અને બંને નું સુખદ સમાધાન કરાવ્યું હતુ.