
શ્રોત: ગ્રામીણ ટુડે માંગરોળ, કરૂણેશભાઈ ચૌધરી.
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે પોલીસ દ્વારા જાહેર જનતાને કોરોના સંક્રમણ અટકાવવા અપીલ કરવામાં આવી.
તમામ જાહેર જનતાને તથા માંગરોળ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પી. એચ. નાયી) દ્વારા વિસ્તારમા તથા આજુબાજુમાં રહેતા તમામ નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણને રોકવા તથા નાબુદ કરવા માટે તબક્કા વાર અલગ-અલગ કાર્યવાહી કરવામાં આવી. જે અનુસંધાને કોરોના સામે લડવા માંગરોળ પોલીસ દ્વારા જનતામાં જાગૃતિ લાવવા સફળ નવતર પ્રયાસ: સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન્સ આપેલ સુચનાની તમામ ચુસ્ત પણે અમલીકરણ કરવાનું રહેશે. જે માસ્ક નહીં પહેરી જાહેર માર્ગ પર કે ઘરની બહાર જણાય આવશે તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે જેની તમામે ગંભીર નોંધ લેવી. એવી જાહેર જનતાને કરવામાં આવી આગોતરા અપીલ:
સરકારશ્રીના જાહેરનામા મુજબ રાત્રે 9:00 થી સવારે 5:00 વાગ્યે સુધી કરફ્યુ જાહેર કરવામાં આવેલ હોય છે. જેનુ ફરજીયાત પણે અમલ કરવાનું રહેશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને માંગરોળ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ વિસ્તારનાં સમસ્ત ગામોમાં જાગૃતિનાં ભાગરૂપ થયો પ્રચાર.