
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
નેશનલ માર્શલ આર્ટસ કાલેરીપાયટુ ચેમ્પિયનશિપ, KFI & AKFI નાં સંયુક્ત ઉપક્રમે “કોઇમ્બતુર ( તામિલનાડુ )ખાતે ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર ચેમ્પિયનશિપમાં ગુજરાત તરફ થી ભાગ લેનાર સહીત ડાંગના ૯ અને ૧ ધરમપુર માંથી આમ ૧૦ જણા એ નેશનલ માર્શલ આર્ટસ કાલરીપાયટુ ચેમ્પિયનશિપ 2023 માં ભાગ લીધો હતો જેમાં દસે દસ યુવાઓએ મેડલ લાવી સમગ્ર ગુજરાતનું તેમજ ડાંગ જીલ્લાનું નામ રોશન કર્યું.
તા ૭,૮ ૨૦૨૩ કોઈમ્બતુર (તામિલનાડુ) માં યોજાયેલ “નેશનલ માર્શલ આર્ટ્સ કાલરીપાયટ્ટુ ચેમ્પિયનશીપ માં ગુજરાતે 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યા છે.
કોચ:
1.માસ્ટર બી.મેથ્યુ
2.ધનરાજ બી.ગાવીત
મેડલ વિજેતાઓના: નામ ની યાદી
1. ચૌધરી અમિત એમ.
2. વાડુ સુનિલ એસ.
3. ચૌધરી સતીષ એસ.
4. બાગુલ ક્રુણાલ જી.
5. પવાર મિનેશ એસ.
6. ચૌધરી ફિરોજ ટી.
7. પવાર અમિત કે.
8. બાગુલ નિતેશ ટી.
9. પવાર પાયલ એમ.
10.ગુપ્તા દર્શના (ધરમપુર)
તમામ યુવાઓ ને ગુજરાત અને ડાંગ જીલ્લાનું નામ રોશન કરવાં બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.