
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વધતા જતાં કોવિડ-19 સંક્ર્મણને ધ્યાનમાં લઈ નોટિસ જાહેર કરાઈ:
નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં આંકડાઓ વધી રહ્યા છે, અને લોકો કોરાના થી સંક્રમિત નાં થાય જેને ધ્યાનમાં લઈ અગમચેતીના ભાગરૂપે મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કોવિડ-19 ને ધ્યાનમાં લઈ ને એક નોટિસ જાહેર કરવામાં આવી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે આથી જાહેર નોટીસ આપવામાં આવે છે કે મોજે ગામ મંડાળા, તા.દેડીયાપાડા, જિ.નર્મદાના મંડાળા ગ્રામ પંચાયત વિસ્તારમાં કોરોના મહામારીને ફેલાવતો અટકાવવા માટે સાવચેતીના પગલાં નીચે પ્રમાણે લીધા છે.
(૧) દરેક ગ્રામજનો એ કામ સિવાય બહાર ગામ જવું નહિ.
(ર) લગ્ન સમારંભ તથા સામાજીક પ્રસંગમાં ૫૦ થી વધુ લોકોએ ભેગા થવું નહિ.
(૩) લગ્ન સમારંભ કે સામાજીક પ્રસંગમાં કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું યથાવત પાલન કરવાનું રહેશે.
(૪) જાહેર સ્થળોએ બે થી વધારે વ્યકિતઓ એકઠા થઇને બેસવું નહિ.
(૫) ગામની અંદર માસ્ક ફરજીયાત પહેરવું.
(૬) સરકારી નિયમ મુજબ માસ્ક ન પહેરનારને રૂ.૧૦૦૦/-નો દંડ લેવામાં આવશે.
(૭) બહારગામ થી આવતા જે વ્યકિત ગામમાં આવે તો તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઇ RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવાનો રહેશે.
ઉપરોક્ત બાબતે દરેક લોકો જાગૃત બને અને કોવિડ મહામારી વચ્ચે સરકાર તેમજ તંત્ર દ્વારા જાહેર કરેલ નિયમો અને ગાઈડ લાઈન પાળે તે જરૂરી છે.