
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
ગુજરાતમાં આવનાર સંભવિત તાઉ‘તે (Tau’Te) વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે તેમજ જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય છે. વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે. માટે સરકાર પહેલેથી જ લોકોને જાગૃત કરી રહી છે, અને આપત્તિ વિભાગની ટીમ તેનાત કરી છે, અને અમુક વિસ્તાર થી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
વાંસદા તાલુકાથી પંદર કીલોમીટર ના અંતરે આવેલ કણધા ગામે તોઉ’તે વાવાઝોડાએ મચાવ્યુ તાંડવઃ
નવસારીનાં દરિયાઈ કાંઠા વિસ્તાર સહીત વાંસદા તાલુકાના કણધા ગામે હવામાન વિભાગની આગાહી મુજબ તોઉ’તે વાવાઝોડું બેકાબુ બન્યું:
વાંસદા તાલુકા ના અંતરિયાળ અને જંગલ વિસ્તારનું સાથે જ છેવાડાનુ ગામ કણધા ગામે આજે આશરે 2.15 ના સમયે તોઉ’તે વાવાઝોડું બેકાબુ બનતાં ગામમાં આવેલ પ્રાથમિક શાળા, પંડીત દિન દયાળ સસ્તા અનાજની દુકાન, આંગણવાડી, કણધા માધ્યામિક હાઈસ્કૂલની છાત્રાલય ને તથાં ગામના જાહેર રસ્તા પરના મોટા મોટા વૃક્ષો પણ તુટી પડયા હતાં, પરંતુ કોઈ વ્યક્તિને જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે વાંસદાનાં કણધા ગામે આજે 2.15 ના સમયે તોઉ’તે વાવાઝોડું બેકાબુ બનતાં ગામમાં નિશાળ ફળિયામાં આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસે આવેલ આંબાના ઝાડના મોટા મોટા ડાળખા ભાંગીને નીચે શાળા ના ઓરડાઓ પર પડતા ધરાશાયી થયેલ.
તોઉ’તે વાવાઝોડુ વાંસદા પંથક ફુકાતા ત્યાં આવેલ માધ્યમિક શાળા ની હોસ્ટેલ ના પતરાં ઉડાવી 50થી 60 ફુટ જેટલે ઉડાવી ઉપયોગમાં ન લેવાય તેવી સિમેન્ટ પતરા ની હાલત કરી નાખી હતી. તેમની બાજુમાં આવેલ સસ્તા અનાજની દુકાન માં આજે અનાજ વિતરણ ચાલુ હોવાથી 30 જેટલાં બહેનો ત્યાં હાજર હોવાથી અચાનક આંબાના ઝાડ ધડાકાભેર સ્કૂલ મકાન પર પડતા નાસભાગ મચી હતી, પરંતુ કોઈ પણ જાનહાનિ ટળી હતી, દુકાન ઉપર થાપા મુકવામાં આવેલ તે પણ ઉડાવી દીધાં હતા. વધુમાં બારી ફળિયામાં આવેલ આંગણવાડીના પતરાં પણ તોઉ’તે વાવાઝોડાનાં સુસવાટા ભર્યા પવને ઉડાવી દીધાં હતા. જૂની કુમાર છાત્રાલય ના પતરાં સંપૂર્ણ પણે ઉડીને તૂટી જવાં પામ્યા હતાં, નિશાળ ફળિયા થી બારી ફળિયા તરફ જતો મેઈન રસ્તા પર અનેક વૃક્ષો તૂટી પડયા હતાં, DGVCL ના થાંભલા ને પણ ખાસ્સું નુકસાન થયું જેના પગલે વિજપુરવઠો ખોરવાયો હતો.આ બાબત નવસારી જિલ્લાના વિરોધ પક્ષના નેતા ચંદુભાઈએ વિગતો જણાવી હતી અને જે તે ખાતાને જાણ કરી સત્વરે એની કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરી હતી.