
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપી જીલ્લા ભાજપના પક્ષપ્રમુખ તરીકે સતત બીજીવાર ડો.જયરામભાઈ ગામીતની વરણી થતાં ગુજરાત રાજ્યનાં પક્ષ પ્રમુખશ્રી સી.આર.પાટીલનાં અધ્યક્ષપણે વ્યારામાં સંન્માન સમારોહ અને પદ ગ્રહણ કાર્યક્રમનું કર્યું આયોજન.
વ્યારા: આજરોજ તાપી જીલ્લાના વડા મથક વ્યારા ખાતે નુતન વર્ષનાં લાભ પાંચમનાં શુભ દિને તાપી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષપદે સતત બીજીવાર ડો.જયરામભાઈ ગામીતની વરણી થતાં આજરોજ વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ મુખરજી ટાઉનહોલ હોલ ખાતે ગુજરાત રાજ્યનાં પક્ષપ્રમુખ સી.આર.પાટીલ સાહેબ અને મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબનાં અક્ષપણા હેઠળ તાપીમાં સંન્માન અને પદ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકેનો કારભાર સાંભળ્યા બાદ જીલ્લા ખાતે નવસારીનાં સાંસદ અને રાજ્યનાં ભાજપા પ્રમુખશ્રી પાટીલ સાહેબની આ મુલાકાતે તાપી જિલ્લાનાં કાર્યકર્તાઓમાં નવો જોશ અને અનેરો ઉમંગ જોવા મળ્યો હતો: વિવિધ આદિવાસી નૃત્ય, શોભા યાત્રા સમસ્ત પ્રોગ્રામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સન્માન સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબને ફુલહાર અને સ્મુર્તી ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં, સદર કાર્યક્રમમાં પાધરેલ સમગ્ર આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જીલ્લામાં મજબુત સંગઠનની સાક્ષી આપે છે.(પ્રદેશ અધ્યક્ષશ્રી. પાટીલજી)
કદાચ રાજ્યમાં આવો પહેલો કાર્યક્રમ હશે કે જીલ્લા પ્રમુખનાં પદ ગ્રહણ કાર્યક્રમ જે માં રાજ્યનાં પ્રમુખ હાજર રહ્યા હોય, તાપી જીલ્લાનું મજબુત ભાજપા સંગઠન આવનારી જીલ્લા,તાલુકાની ચુંટણીમાં ભારે બહુમતી મેળવશે..(મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા)
સદર તાપી જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં નવનિયુક્ત અધ્યક્ષનાં સન્માન સમારોહ અને પદ ગ્રહણ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ અને મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબ સાથે મંત્રી. ઈશ્વરભાઈ પરમાર, યોગેશ પટેલ પ્રભારીમંત્રી તાપી જીલ્લા,સાંસદ પ્રભુભાઈ વસાવા,મોહનભાઈ ઢોડીયા ધારાસભ્ય મહુવા, માજી મંત્રીશ્રી કાન્તીભાઈ ગામીત, સુભાષભાઈ પાડવી, પરેશભાઈ વસાવા આદિજાતિ વિકાસ ડીરેકટર, સહીત અન્ય મહાનુભાવો અને સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ સફળ બનવવા માટે સ્થીનીક જીલ્લાના કાર્યકરોએ ભારે જેહમત ઉઠાવી હતી.