
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
તાપી જિલ્લાનું ગૌરવ :
આંતર યુનિવર્સિટી કક્ષાએ ચેસ કોમ્પિટિશનમા તાપી જિલ્લાના તન્મય ચૌધરીએ, ભવ્ય જીત મેળવી :
આગામી વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ખાતે રમાનારી ચેસ સ્પર્ધામા તન્મયકુમાર ઈંદિરા ગાંધી નેશનલ ટ્રાયબલ યુનિવર્સિટી કેમ્પસ, અમરકંટક મધ્યપ્રદેશમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે:
વ્યારા-તાપી: મહારાજા સયાજીરાવ ગાયકવાડ (MS) યુનિવર્સિટી, બરોડા ખાતે મેથ્સ ડીપાર્ટમેન્ટમાં M.Sc. નો અભ્યાસ કરતા તાપી જિલ્લાના પાનવાડીના રહેવાસી, તન્મય યોગેશભાઈ ચૌધરીએ આંતર યુનિવર્સિટી કક્ષાએ માઈંડ ગેઈમ એવી ચેસ કોમ્પીટીસનમા ભવ્ય જીત મેળવી તાપી જિલ્લા સહિત આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યુ છે.
આ અગાઉ તેઓ તાપી જિલ્લામાંથી ખેલમહાકુંભમાં રાજ્ય કક્ષાએ જુનાગઢ અને રાજકોટ ખાતે તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.આગામી દિવસોમાં વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ખાતે રમાનારી ચેસ સ્પર્ધામા યુનિવર્સિટીના કુલ 07 વિદ્યાર્થીઓ પૈકી તન્મયકુમારની પણ પસંદગી થઈ છે. જેઓ આગામી તા.15/11/2022 થી 19/11/2022 દરમિયાન ઈંદિરાગાંધી નેશનલ ટ્રાયબલ યુનિવર્સિટી કેમ્પસ, અમરકંટક મધ્યપ્રદેશ ખાતે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે. તેમની ઉત્તરોત્તર પ્રગતિ માટે તાપી વાસીઓએ ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા છે.
પત્રકાર: કીર્તનકુમાર ગામીત, વ્યારા