
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જનકુમાર વસાવા
છેલ્લા 15 દિવસ થી ખેડુતો ને ખેતી કામ માટે વીજળી ન મળતા પ્રાંત અધિકારી સહિત વીજ કંપની ના ઇજનેર ને આવેદનપત્ર આપીને તવરિતજ વીજ આપવાની માંગ:
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના આદિવાસી વિસ્તારો ના 15 જેટલા ગામોમા છેલ્લા 15 દિવસ થી ખેતી માટે વીજ કંપની દ્વારા વીજળી નો પુરવઠો પુરો પાડવામાં ન આવતા ગ્રામજનો એ પોતાના ખેતીના પાક ને નુકશાન થતા દેડિયાપાડા પ્રાંત અધિકારી સહિત વીજ કંપની ના દેડિયાપાડા ખાતેના ઇજનેર ને આવેદનપત્ર આપીને તવરિતજ વીજ પુરવઠો આપવાની માંગ કરી છે, મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકા ના જરગામ સેડર મા આવતાં દેડિયાપાડા , બેસણા, પાનસર, કંકાલા, ખુરદી, ગામ, સીંગલોટી, રાલદા જેવા 15 જેટલા આદિવાસી વસતી ધરાવતા દેડિયાપાડા તાલુકાના ગામોમા છેલ્લા 15 દિવસ થી એગ્રીકલ્ચર નો વીજ પુરવઠો ખેડુતો ને ખેતી કામ માટે આપવામા આવતો નથી, જેથી ખેડુતો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે , ખેતરોમા ઉભા પાક લહેરાઇ રહયા છે, ત્યારે પાણીની જરુરીયાત વર્તાતી હોય ને વીજ કંપની દ્વારા ખેતીનો વીજ પુરવઠો જ બંધ કરી દેવામાં આવેલ છે, ખેડૂતો પોતાના પાકને નુકશાન જવાની ભીતિ સેવી રહ્યા છે, અવારનવાર વીજ કંપનીમા મૌખિક રજુઆતો ને ધ્યાને લેવાઇ નહોતી, DGVCL ના અધિકારીઓ ખેડુતો ની ફરિયાદો સાંભળવા તૈયાર જ ન હોવાનો આરોપ આવેદનપત્ર મા લગાવવામાં આવ્યો છે.
દેડિયાપાડા પ્રાંત અધિકારી સહિત વીજ કંપની ના દેડિયાપાડા ખાતે ના ઇજનેર ને આવેદનપત્ર આપીને ખેડુતો ના તૈયાર ઉભા પાક મા નુકશાન જવાની ભીતિ હોય વીજ પુરવઠો આપવાની માંગ કરાઇ છે.