
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા શ્રી એ.એન.બારોટ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-૨૦૨૨ યોજાયો;
નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ની શ્રી એ.એન.બારોટ વિદ્યાલય ખાતે દેડીયાપાડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ -૨૦૨૨ ની ભવ્ય ઉજવણી દેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી આંનદ ઉકાણીનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
ડેડીયાપાડા તાલુકા કક્ષાના કલા મહાકુંભના ઉદઘાટકના વરદ હસ્તે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી નર્મદા દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડેડીયાપાડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ- ૨૦૨૨ ૩૦,ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ શ્રી એ.એન.બારોટ વિદ્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી, રૂપલ બી.ગજ્જર શાળાના આચાર્ય પરેશભાઈ સિસોદિયા અને શ્રી.એન.બારોટ વિદ્યાલયના આચાર્ય યોગેશ ભાલાણી તથા વિવિધ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. અને આ કલા મહાકુંભમાં લગભગ ૨૫૦ કલાકારોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનું ઉદઘાટન દીપ પ્રાગટ્યથી કરી મહેમાનશ્રીઓનું પ્રાર્થના અને ફુલહારથી સ્વાગત કરાયું હતું, સ્વાગત પ્રવચન આચાર્ય યોગેશ ભાલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષમાં પ્રાંત અધિકારી સાહેબે બાળકોને સુષુપ્ત શક્તિ બહાર લાવવાની હાંકલ કરી સર્વે સ્પર્ધકો વિજય જ છે તેમ જણાવી વધુ સંખ્યામાં ભાગ લે તેવી હાંકલ કરી હતી તેમજ યુવા મતદારોને પણ ૧૮ વર્ષની ઉંમર થઈ હોય તેવા ને નામ નોંધણી કરાવવા જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દેવાંગ વસાવા અને હર્ષદ ગામીતે કર્યું હતું.