શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ઘાંચીકુવા ગામે ફૂટબોલ ટુર્નામેન્ટ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું;
તાપી જીલ્લાના સોનગઢ તાલુકાનાં ઘાંચીકુવા ગામે જીલ્લામાં પ્રથમ વખત ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવા આવ્યું હતું,
વ્યારા: પ્રાપ્ત માહિતી મુજબ તાપી જિલ્લાનાં ઘાંચીકુવા ગામમાં ઝેવિયર્સ ગૃપ દ્વારા ૧૫મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે અને યુવા સશક્તિકરણના ભાગરૂપે ફૂટબોલ ટુર્નામેન્ટનું તાપી જીલ્લામાં પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું હતું, ફૂટબોલ ટુર્નામેન્ટમાં 30 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, ફૂટબોલ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન ના ભાગરૂપે ૧લુ ઇનામ અને બીજુ એમ ઇનામો આપવામાં આવ્યા હતાં, આખરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં કાકરાપાર ની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી, અને રનર્સઅપ તરીકે નવસારીની ટીમ આવી હતી, ઝેવિયર્સ ગૃપ દ્વારા યુવાઓમાં ખેલદિલીની ભાવના કેળવાય અને ભાઈચારો વધે માટે તાપીમાં આનોખો પ્રયાસ ઝેવિયર્સ ગૃપ દ્વારા કરવામાં આવ્યો હતો, અને ઝેવિયર્સ ગૃપ દ્વારા ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમનું આયોજન ઝેવિયર્સ ગૃપના અરુણભાઈ, જૈસિંગભાઈ, રાહુલ, શૈલેષ સાથે અનેક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.