વિશેષ મુલાકાત

અગામી 9 સપ્ટેમ્બર તાપી જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય જનરલ લોકઅદાલત-2023 યોજાશે: 

જાહેર જનતા જોગ સંદેશ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

જાહેર જનતા જોગ સંદેશ:  તાપી જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય જનરલ લોકઅદાલત-2023 યોજાશે: 

આથી તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, તા.9 સપ્ટેમ્બર 23 શનિવારના રોજ નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, હાઇકોર્ટ ઓફ ગુજરાત, અમદાવાદનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાની તેમજ તાલુકાની તમામ અદાલતોમાં શ્રી એન.બી. પીઠવા ચેરમેન, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ, તાપી મુ.વ્યારાનાઓની અધ્યક્ષતા હેઠળ વર્ષ 2023ની તૃતીય નેશનલ લોક- અદાલતનુ આયોજન કરવામાં આવેલ છે.

જેથી તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આગામી તા.09 સપ્ટેમ્બર 2013 શનિવારના રોજ યોજાનાર જનરલ લોકઅદાલતમાં જિલ્લા કક્ષાએથી લઇને તાલુકા કક્ષા સુધીની તમામ અદાલતોમાં સમાધાનથી નિકાલ કરવા વિવિધ કેસો મુકી શકાશે. જેમાં કોર્ટોમાં માંડવાળ કરી શકાય તેવા સમાધાન પાત્ર કેસ, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- ૧૩૮ હેઠળના કેસો બેંક રીકવરી કેસો, વાહન અકસ્માત સંબંધિત વળતરના કેસો, મજુર તકરારને લગતા કેસો, લાઈટ બીલ અને પાણી બીલના લગતા કેસો, કૌટુંબિક તથા લગ્ન જીવનની તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, પગાર અને નિવૃતિને લગતી સર્વિસ મેર્ટસ, રેવન્યુ સંબંધિત કેસો, દિવાની કેસો જેવા કે બેંક  સબંધિત, બેંક લેણા, બેંક  રીકવરી, અંગેની કોઇ અપીલ કે કેસ જિલ્લાની અદાલતોમાં દાખલ કરેલ હોય અને સુનવણી માટે પડ્તર હોય, તેવા કેસ કે અપીલ લોક અદાલતમાં મુકી સમાધાનથી સુમેળભર્યો નિકાલ કરવાની પ્રકીયા હાથ ધરવામાં આવનાર છે.  જેથી તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાને આ લોક અદાલતમાં ભાગ લઇ લોક અદાલતને સફ્ળ બનાવવા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવે છે.

પક્ષકારોએ તેમના કેસ લોક અદાલતમાં મુકવા માટે તેમના  વકીલશ્રીનો અથવા તો સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય,તાપી કે વ્યારા, ફોન નં- ૦૨૬૨૬- ૨૨૨૦૩૩નો સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું.

 પત્રકાર: કીર્તન ગામીત, તાપી 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है