
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલમહાકુંભ-૨૦૨૧-૨૨ જિલ્લાકક્ષાનું આયોજન:
ખેલમહાકુંભ વિવિધ ચાર કેટેગરીઓમાં તા.30 એપ્રિલથી 03 મે દરમિયાન યોજાશે:
તાપી જિલ્લાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા, ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨નુ આયોજન:
તાપી, વ્યારા: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જિલ્લાકક્ષાએ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામા આવ્યુ છે.આ વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને અનુલક્ષીને ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહિવટી તંત્ર વતી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, તાપી દ્વારા સંચાલિત ખાસ ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨નુ આયોજન, તાપી જિલ્લાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા, ખાતે કરવામાં આવેલ છે.
આ સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ની વિવિધ ચાર કેટેગરીમાં થશે. જે અનુક્રમે (૧) માનસિક ક્ષતિગ્રસ્ત (M.R.), તા.૩૦/૦૪/૨૦૨૨ (૨) શારીરિક ક્ષતિગ્રસ્ત(O.H.) (એથ્લેટીક્સ) તા.૦૧/૦૫/૨૦૨૨ (૩) પ્રજ્ઞાચક્ષુ(V.I), શ્રવણમંદ(H.I) તા.૦૨/૦૫/૨૦૨૨ અને (૪) શારીરિક ક્ષતિગ્રસ્ત (O.H.) ક્રિકેટ, વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન તા.૦૩/૦૫/૨૦૨૨ દરમિયાન સવારે ૭:૦૦ કલાકે તાપી જિલ્લાના વ્યારા મથકે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાશે. માનસિક, શારિરીક ક્ષતિગ્રસ્ત, અંધજન અને શ્રવણમંદ ક્ષતિવાળા ખેલાડીઓ માટે આ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. જેથી ઉપરોક્ત સ્થળે ખેલાડીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા રમત-ગમત અધિકારી, વ્યારા-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.