
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ખો-ખો વર્લ્ડ કપ-૨૦૨૫ માટે ડાંગ જિલ્લાની દિકરીની પસંદગી, જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે અભિનંદન પાઠવ્યા:
બીલીઆંબા ગામની યુવતિ ઓપીના ભીલારની ખો-ખો વર્લ્ડ કપ ભારતીય ટીમમા સ્થાન મળતાં ડાંગ જિલ્લામાં ખુશીનો માહોલ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : આગામી તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજીત, ખો-ખો વર્લ્ડ કપ -૨૦૨૫, ટુર્નામેન્ટમા ભારત દેશની મહિલા ખો-ખો ટીમમા પસંદગી પામનાર, અને ગુજરાત અને ડાંગ જિલ્લાનુ ગૌરવ એવી બીલીઆંબા ગામની યુવતિ, ઓપીના ભીલારને ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે અભિનંદન પાઢવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઓપીના ભીલારને ભારતીય ખો-ખો વર્લ્ડ કપની વુમન ટીમમા સ્થાન મળ્યુ છે. રાજ્યના છેવાડે આવેલ ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી ખેલ પ્રત્યે રુચિ ધરાવનાર ખેલાડીઓ જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવે છે ત્યારે, તે જિલ્લા માટે પણ ગૌરવની બાબત બની જાય છે. ડાંગ જિલ્લાનું નામ દેશ અને દુનિયામા રોશન કરનાર સુબીર તાલુકાના બીલીઆંબા ગામના યુવતિ ઓપીના ભીલારને જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે “ડાંગના મુકુટમા એક વધુ મોરપિચ્છ” ગણાવી, જિલ્લા વહીવટી તંત્ર વતી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.