રમત-ગમત, મનોરંજન

અંકલેશ્વર ના અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ના અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું;

પી.પી.સવાણી સ્કૂલનો આ કોલેજીયન યુવાન ગુજ્જુઓ માટે 27 મે 2022 એ લાવી રહ્યો છે “ડિયર લવ”  ફિલ્મ… અંકલેશ્વરમાં રાગિની સીનેમા માં થશે રિલીઝ;

અંકલેશ્વરના અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. પી.પી. સવાણી સ્કૂલનો આ કોલેજીયન ગુજ્જુઓ માટે 27 મે એ લાવી રહ્યો છે, ગુજરાતી “ડિયર લવ”  ફિલ્મ.

દરેકનું કઈક ને કઈ સ્વપ્ન હોય છે અને જે તમારા માતા-પિતાના સહયોગથી સાકાર થાય તો પછી જોવાનું જ શુ રહે. આવું જ બન્યું છે અંકલેશ્વરના અવિરાજસિંહ માંગરોલા જોડે પી.પી. સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આ કોલેજીયનની પ્રથમ ફિલ્મ આ શુક્રવારે ગુજરાતના તમામ મોટા ભાગના સીનેમાગૃહોમાં રજૂ થવા જઈ રહી છે. અને અંકલેશ્વરમાં રાગિની સીનેમા પણ જોવા મળશે ફિલ્મનું નામ છે ડિયર લવ. ડિયર લવ ફિલ્મ કોલેજ લાઈફ બાદ 3 મિત્રો સાથે વણાયેલી લવ સ્ટોરી છે. ચાર પાત્રો ઉપર આધારિત ફિલ્મમાં કોલેજની યારી દોસ્ત, પ્રેમ, ઇમોશન અને અતરંગી સંવાદોની ભરમાર છે. આ ફિલ્મ દરેક એજ ના લોકો જોઈ શકે તેવી છે.

ત્રણ દોસ્તો અવિરાજસિંહ, ક્રિસ ચૌહાણ, અને હેતાંશ શાહની યારી દોસ્તીમાં એન્ટ્રી મારે છે વિધિ શાહ અને પછી જે થાય છે તે જોવા તો બોસ તમારે ફિલ્મ નિહાળવી જ રહી. કોમેડી સાથે સાચા પ્રેમની શોધ પર આખી સ્ટોરી ડિયર લવ ફિલ્મ અંકલેશ્વરના યુવાનની કારકિર્દીમાં કેટલી સિદ્ધિ અપાવી ગુજ્જુઓમાં હિટ અને ક્લિક થાય છે કે નહીં તે હવે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है