શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય દ્વારા BISનો 76મો સ્થાપના દિવસ ઉજવાયો:
સુરત: ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય દ્વારા ભવ્ય રીતે 6 જાન્યુઆરી 2023ના રોજ ભારતીય માનક બ્યુરોનો 76મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે 3 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન સામાન્ય લોકોમાં માનકો, વસ્તુની ગુણવત્તા અને સોના-ચાંદીના દાગીનાની શુદ્ધતા અંગે જાગૃતિ આવે તે માટે સુરત અને નવસારીના વિવિધ સ્થળોએ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નુક્કડ નાટક સુરતમાં પીટી સાયન્સ કોલેજ, જોલી આર્કેડ, રોયલ મોલ, ઝાંસીની રાણી ગાર્ડન, વણકર ટેક્સટાઈલ માર્કેટ, સુરત બસ સ્ટેન્ડ, રિલાયન્સ મોલ, રાધાક્રિશ્ના માર્કેટ, એનટીએમ માર્કેટ, રઘુવીર માર્કેટ અને નવસારીમાં બસ સ્ટેન્ડ, એપીએમસી માર્કેટ, શાકભાજી માર્કેટ જેવા સ્થળોએ રજૂ કરવામાં આવ્યું હતું.
સ્થાપના દિવસ નિમિત્તે 4 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન, ભરૂચ, સુરત અને વલસાજ જિલ્લાની વિવિધ કોલેજોના 600થી વધુ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ દ્વારા ઘરે-ઘરે જઈને માનકો, વસ્તુઓની ગુણવત્તા અને સલામતીના પ્રતીક આઈએસઆઈ માર્કનું તથા સોના અને ચાંદીના આભૂષણોની શુદ્ધતા સંબંધિત હોલમાર્ક વિશે માહિતી આપવાનું કાર્ય પણ કરવામાં આવ્યું. આ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ દ્વારા બધાને બીઆઈએસ કેર એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાસ્તવિક/નકલી આઈએસઆઈ માર્ક તથા સોના અને ચાંદીના આભૂષણોનો વાસ્તવિક/નકલી હોલમાર્ક (HUID) વિશે પણ જાણ કરવામાં આવી.
દરેક વ્યક્તિને બીઆઈએસ કેર એપનો ઉપયોગ કરીને નબળા ઉત્પાદનો વિશે ફરિયાદ કેવી રીતે કરવી તે પણ દર્શાવવામાં આવ્યું હતું. બીઆઈએસ કેર એપનો ઉપયોગ કરીને એ પણ જાણી શકાય છે કે ભારત સરકાર દ્વારા કયા કયા ઉત્પાદનો પર આઈએસઆઈ ચિહ્ન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા 15000થી વધુ ઘરોમાં આ માહિતી પહોંચાડવામાં આવી હતી. આ સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય માનક બ્યુરોની સુરત શાખા, કાર્યાલય હેઠળના દક્ષિણ ગુજરાત, દમણ અને દાદરા અને નગરહવેલીના વિવિધ ઔદ્યોગિક એકમોએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યુ અને ભારતીય માનક બ્યુરોને 75 વર્ષ સુધી દેશની સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા.
ભારતીય માનક બ્યુરો દ્વારા આયોજિત ઉપરોક્ત બંને કાર્યક્રમોને તમામ નાગરિકોએ ખૂબ પ્રશંસા કરી. ભારતીય માનક બ્યુરોના સ્થાપના દિવસ પર આયોજિત તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે તમામ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ, નુક્કડ નાટકના કલાકારો, ઔદ્યોગિક એકમો, અન્ય સહભાગીઓ અને તમામ નાગરિકોનો આભાર અને હૃદયપૂર્વક ધન્યવાદ વ્યક્ત કરે છે.