
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચઃ શનિવાર :- ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ સમય સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ૧૪ કોરોના પોઝીટીવ કેસ મળી અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લામાં કુલ-૨૫૦૫ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. ભરૂચ જિલ્લામાં આજરોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના – ૮૯૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ- ૨૫૦૫ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૨૯ કોરોના દર્દીઓના મરણ થઇ જવા પામેલ છે, તથા ૨૨૬૧ વ્યક્તી ઓ સારવાર કરી સાજા થતા રજા આપવામાં આવેલ છે. ભરૂચમાં આજ દિન સુધીમાં જિલ્લાના ૨૧૫ વ્યક્તીઓ સારવાર હેઠળ છે.
કોવીડ-૧૯ ના મરણ અંગેની તમામ માહીતી સરકારશ્રી ધ્વારા નિયુક્ત થયેલ ઓડીટ કમિટી ધ્વારા નક્કી થયા બાદ જાહેર કરવામાં આવે છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.