Breaking News

પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં પ્રથમ ક્રમે રહ્યો તાપી જિલ્લો: સરેરાશ ૭૭.૦૪ ટકા મતદાન થયું : 

તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન સંપન્ન :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં ઉજવાયો અવસર લોકશાહીનો:

પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં પ્રથમ ક્રમે રહ્યો તાપી જિલ્લો: સરેરાશ ૭૭.૦૪ ટકા મતદાન થયું : 

તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન સંપન્ન; 

૧૯ જિલ્લાઓમાંથી સૌથી ઝડપી અને ઝીરો એરરથી રિસિવિંગ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવનાર ૧૭૧ વ્યારા વિધાનસભા મતવિસ્તારના બુથ રૂપવાડા-૧ અને ભાટપુર-૨ ટીમને જિલ્લા ચૂંટણી તંત્રેએ પ્રમાણપત્ર આપી નવાજ્યા; 

વ્યારા : સમગ્ર રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાનું મતદાન ગત તારીખ  ૦૧-૧૨-૨૦૨૨ના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. જેમાં પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં તાપી જિલ્લો ૭૭.૦૪ ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યો છે.

ગતરોજ કલાક અનુસાર નોધાયેલા આકડા જોઇએ તો…
-સવારે ૦૮ થી ૦૯ વાગ્યા સુધી કુલ-૦૭.૨૬ ટકા મતદાન નોંધાયું
-સવારે ૦૯થી ૧૧ વાગ્યા સુધી કુલ-૨૬.૪૭ ટકા મતદાન નોંધાયું
-સવારે ૧૧ થી ૦૨ વાગ્યા સુધી કુલ-૪૬.૩૫ ટકા મતદાન નોંધાયું
-બપોરે 03 વાગ્યા સુધી કુલ- ૬૪.૨૭ ટકા મતદાન નોંધાયું
-અને સાંજે ૦૫ વાગ્યા સુધી કુલ- ૭૨.૩૨ ટકા મતદાન નોંધાયું
-આમ, મોડી રાત્રે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મળેલ છેલ્લા આંક મુજબ તાપી જિલ્લામાં સરેરાશ ૭૭.૦૪ ટકા મતદાન નોંધાયું હતું.

મતવિસ્તાર અનુસાર જોઇતો…

૧૭૧-વ્યારા(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૮૪૩૦ પુરુષ મતદારો પૈકી ૮૪૪૦૭ પુરુષોએ મતદાન કર્યું હતું. તથા ૧૧૪૬૫૭ સ્ત્રી મતદારો પૈકી ૮૪૨૦૬ મહિલાઓ, અન્ય ૦૪ પૈકી ૦૩ મતદારો મળી ૨૨૩૦૯૧ મતદારો પૈકી કુલ-૧૬૮૬૧૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ટકાવારી અનુસાર જોઇએ તો ૧૭૧-વ્યારા(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં ૭૫.૫૮ ટકા મતદાન નોંધાયું હતું.

જ્યારે ૧૭૨-નિઝર(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં ૧૩૮૦૦૫ પુરુષ મતદારો પૈકી ૧૦૯૭૩૪ પુરુષ મતદારોએ મતદાન કર્યું હતું. અને ૧૪૪૫૯૯ સ્ત્રી મતદારો પૈકી ૧૧૧૨૩૪ મહિલાઓ મળી ૨૮૨૬૦૪ મતદારો પૈકી કુલ-૨૨૦૯૬૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ટકાવારી અનુસાર જોઇએ તો ૧૭૨-નિઝર(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં ૭૮.૧૯ ટકા મતદાન નોંધાયું છે.

આમ તાપી જિલ્લામાં ૨૪૬૪૩૫ પુરષ મતદારો અને ૨૫૯૨૫૬ સ્ત્રી મતદારો અને અન્ય ૦૪ મતદારો મળી કુલ-૫૦૫૬૯૫ મતદારો પૈકી કુલ-૧૯૪૧૪૧ પુરુષ અને કુલ-૧૯૫૪૪૦ મહિલાઓ મળી કુલ-૩૮૯૫૮૪ મતદારોએ લોકશાહીના અવસરમાં મતદાન કરી જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. આમ તાપી જિલ્લામાં કુલ-૭૭.૦૪ ટકા મતદાન નોંધાયું હતું.

અત્રે રસપ્રદ બાબત એ છે કે, તાપી જિલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતા વધારે છે. અહી કુલ-૨૪૬૪૩૫ પુરુષ મતદારોની સામે ૨૫૯૨૫૬ સ્ત્રી મતદારો મળી કુલ- ૫૦૫૬૯૫ નોંધાયેલા મતદારો છે. જેમાં મહિલા મતદારો મતદાન કરવામાં પુરુષ મતદારો કરતા આગળ છે. જિલ્લામાં કુલ-૧૯૪૧૪૧ પુરુષ અને કુલ-૧૯૫૪૪૦ મહિલાઓ મળી કુલ-૩૮૯૫૮૪ જાગૃત મતદારો મળી ૭૭.૦૪ ટકા મતદાન નોંધાયું છે.

પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાંથી સૌથી ઝડપી અને ઝીરો એરરથી રિસિવિંગ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવનાર ૧૭૧ વ્યારા વિધાનસભા મતવિસ્તારના બુથ રૂપવાડા-૧ અને ભાટપુર-૨ની ટીમને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ભાર્ગવી દવે અને તાપી જિલ્લા પ્રસાશનની ટીમ દ્વારા પ્રમાણપત્ર આપી બીરદાવવામાં આવ્યા હતા. તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારી-કર્મચારીઓની સુદ્રઢ કામગીરીને બીરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है