દક્ષિણ ગુજરાત

નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જલાલપોર તાલુકાના ભિનાર, વેડછા, હાંસાપોર અને એરૂ ગામની મુલાકાત લીધી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આઇ.શેખે જલાલપોર તાલુકાના ભિનાર, વેડછા, હાંસાપોર અને એરૂ ગામની મુલાકાત લીધી,

ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે બેઠક યોજી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના પાલન અને શંકાસ્પદ દર્દીઓની ત્વરિત પ્રાથમિક સારવાર માટે અપીલ કરી,

 નવસારી:- નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ભિનાર, વેડછા, હાંસાપોર અને એરૂ ગામની નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આઇ.શેખે રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના વાયરસના સંક્રમણથી વધુ પ્રભાવિત ન થાય ગામો માટે આગેવાનો સાથે બેઠક યોજી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

 શ્રી આર.આઇ.શેખે જણાવ્યું હતું કે, ગામમાં જો કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવું હશે તો સ્વૈચ્છિક લોકડાઉન અતિ આવશ્યક છે. આગેવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે કે ગ્રામજનો ખૂબ જ અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તો આપણે ગામને અવશ્ય કોરોના મુક્ત કરી શકીશું.

વધુમાં શ્રી શેખે જણાવ્યું હતું કે, જેને પણ શરદી, તાવ કે કળતર જેવા હળવા લક્ષણો જણાય તેમણે પહેલા જ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આપવામાં આવતી દવાઓનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ અને સેલ્ફ આઈસોલેશનનું પાલન કરવું જોઈએ. જેનાથી શરૂઆતથી જ તેના પર કાબુ મેળવી શકાય અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી ન થાય.

 કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય અને નાના ઘર કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા ગ્રામજનો ઘરના સભ્યોને સંક્રમિત ન કરે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થાય તે માટે પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શેખે ખાસ અનુરોધ કર્યો હતો. સાથે જ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત આરોગ્યકર્મી અને અન્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

 આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ગામોમાં લોકજાગૃતિ કેળવાય તથા સંક્રમણ અટકાવવા સઘન પ્રયત્નો થાય તે માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શેખે સરપંચશ્રીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી વહિવટી તંત્રને સહકાર આપવા ઉપરાંત સ્વયંશિસ્તના પાલન થકી ગામને કોરોનામુક્ત કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है