આરોગ્ય

સુખાબારી ગામે અનોખી હોસ્પીટલ આંબાવાડીમાં તબીબ દ્વારા અપાઈ છે સારવાર!

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત  

સુખાબારી ગામે અનોખી હોસ્પીટલ આંબાવાડીમાં તબીબ દ્વારા અપાઈ છે સારવાર!

વાંસદા પંથકમાં સારવારનાં ફોટો વાયરલ થતાં દાનવીરો આવ્યાં દર્દીઓનાં વાહરે: ઉપલબ્ધ કરી અનેક સુવિધાઓ,

શહેરની મોંઘીદાટ સેવાની સામે ગ્રામ્ય વિસ્તારમાં રાહત દરે સારવાર,આંબાના ઝાડ નીચે દર્દીને બાટલાં ચઢાવાયા. તાવ, ખાંસી, શરદી જેવી સામાન્ય બીમારી ની સારવાર પણ બીજી ખાનગી કે સરકારી દવાખાના માં સારવાર નથી મળતી તો દર્દી સારવાર માટે સુખાબારી ગામમાં પોતાની સારવાર માટે આવે છે .આંબાના ઝાડ નીચે સારવાર આપીને ડોક્ટર પોતે તબીબ હોવાનો ધર્મ નિભાવી રહ્યા છે,

હાલમાં કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવી હોય તો 50 હજારથી 1 લાખ સુધીની ફી વસુલવામાં આવે છે. અને જો રેમડેસિવિર ઇન્જેક્શન લેવામાં આવે તો ખર્ચો વધી શકે તેમ છે. તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ સેવાભાવ અને તબીબ ધર્મ જીવંત છે. વાંસદા તાલુકાના સુખાબારી ગામના તબીબ મહેન્દ્ર દેશમુખે કોરોનાના સામાન્ય લક્ષણ તાવ કે અન્ય બીમારી હોય તેવા દર્દીને આંબાની વાડીમાં સારવાર આપીને સાજા કરી રહ્યાં છે. આંબાના ઝાડ પર ઓક્સિજન સહેલાઇથી મળતા દર્દીઓને બોટલ ચઢાવીને સાજા કરતા હોવાથી આજુબાજુના પંથકમાં તેઓ ખાસ્સા લોકપ્રિય થયા છે.

હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વકર્યો છે. અને ખૂબ જ ઝડપી રીતે વધી રહ્યો છે. જેને રોકવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ સેવા કાર્યોની શરૂઆત થઈ છે. જેની સામે ડોક્ટર દેશમુખ અનોખી રીતે પુરા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પ્રથમ તબક્કામાં સાજા કરી રહ્યાં છે.ઓછા સ્ટાફ સાથે 50 થી 150 દર્દીઓ ને સારવાર આપે છે જેને લઇને કોરોના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતુ અટકી રહ્યું છે. 

બી.ઈ.એમ.એસ.ની ડીગ્રી ધરાવતા ડોક્ટર મહેન્દ્ર દેશમુખ આંબાની વાડીમાં સારવાર આપીને દર્દીઓને સાજા કરતા વાંસદા તાલુકામાં કોરોના સંક્રમણ ધરાવતા દર્દીઓનું ભારણ અન્ય હોસ્પિટલમાંથી ઘટી રહ્યું છે. અન્ય તાલુકા તેમજ શહેર વિસ્તારમાં પણ જો પ્રાઇવેટ ડોક્ટર સેવાકીય ઉદ્દેશથી કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ટ્રીટમેન્ટ આપી સાજા કરતાં અનેક દર્દીઓ તેમને આશીર્વાદ આપી રહ્યાં છે. 

સારવાર લેતા દર્દીઓ જમીન ઉપર સારવાર કરતા હોવાના સમાચાર ધરમપુર ના રહેવાસી સુરેશભાઈ ને મળતા તેઓએ ખાટલાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેમાં તમામ દર્દીઓને હવે જમીન પર સૂવું નહિ પડે, સુરેશ ભાઈએ 10 ખાટલા અને 10 ગાદલા દાન આપીને દર્દીઓની સુવિધામાં વધારો કરી આપ્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है