દક્ષિણ ગુજરાત

ડાંગ કલેક્ટર એન.ડી. પરમારની સાપુતારા મુલાકાત, પ્રવાસન સુવિધાઓ અને વિકાસ કાર્યોની કરી સમીક્ષા: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ કલેક્ટર એન.ડી. પરમારની સાપુતારા મુલાકાત, પ્રવાસન સુવિધાઓ અને વિકાસ કાર્યોની કરી સમીક્ષા:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ગુજરાતના એકમાત્ર ગિરિમથક અને રાજ્યના અગ્રણી પ્રવાસન સ્થળ એવા સાપુતારાની ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે મુલાકાત લઈ વિવિધ વિકાસલક્ષી અને પ્રવાસન સુવિધાઓની જાણકારી મેળવી હતી.

મુલાકાત દરમિયાન તેમણે ગિરિમથકની સ્વચ્છતા, સૌંદર્ય, વ્યવસ્થિત ટ્રાફિક સંચાલન, પ્રવાસીઓ માટેની સુવિધાઓ તથા પર્યાવરણ સંરક્ષણ અંગે સ્થાનિક નોટીફાઇડ વિસ્તાર સત્તામંડળ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સાપુતારા માત્ર ડાંગ જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે, ત્યારે ગિરિમથકની ઓળખ, પ્રતિષ્ઠા અને કુદરતી સૌંદર્ય જળવાઈ રહે તે માટે તમામ વિભાગોએ સંકલનપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.

તેમણે જાહેર સ્થળોની નિયમિત સફાઈ, હરિયાળીનું સંવર્ધન, પ્રવાસન સ્થળોએ સુચારુ વ્યવસ્થા, પાર્કિંગ સુવિધાઓનું યોગ્ય સંચાલન, પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે જ વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી જરૂરી પૂર્વ તૈયારીઓ હાથ ધરવા અને કુદરતી સંપદાના સંરક્ષણ માટે વિશેષ કાળજી રાખવા પણ જણાવ્યું હતું.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગિરિમથકના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિકાસ અને સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.

આ પ્રસંગે સ્થાનિક નોટીફાઇડ સત્તામંડળના અધિકારીઓ સર્વશ્રી આઈ.એમ.સૈયદ અને પ્રવિણસિંહ પરમાર તથા સંબંધિત વિભાગોના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલેક્ટરશ્રીની મુલાકાતથી સાપુતારાના સર્વાંગી વિકાસ અને તેની આગવી ઓળખને વધુ મજબૂત બનાવવા માટેની કામગીરીને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है