દક્ષિણ ગુજરાત

આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન પધ્ધતિથી પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ઓનલાઇન આવેલ અરજીઓની રૂબરૂમાં સુનાવણી કરી અપીલનો જવાબ ઓનલાઇન અપલોડ કરાશે :

રાજપીપલા : નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડા.જીન્સી વિલીયમના માર્ગદર્શન હેઠળ અને પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ક્રિષ્ના એન. પટેલની રાહબરી હેઠળ સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.‌) અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગરની તાજેતરમાં (તા. ૧૧-૦૮-૨૦૨૦ થી તા. ૩૧-૦૮-૨૦૨૦ સુધી) ઓનલાઈન ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે કરી શકાય તે હેતુથી ઓનલાઈન પધ્ધતિથી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અરજદારોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી નિયમો ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ / નિયમો તથા ફોર્મ ભરતી વખતે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ગાઈડલાઈન ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર અને સંબંધિત ઘટક કચેરીમાંથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી લેવાની બાબતોનો ઉલ્લેખ જાહેરાતમાં કરવામાં આવેલ છે. ઉમેદવારે ભરતીની તમામ સૂચનાઓને ધ્યાને રાખીને અરજી કરવાની હોય છે અને ઉમેદવારે ઉપલોડ કરેલ ડોક્યુમેન્ટને કન્ફર્મ ઓપ્શન આપે છે ત્યારે અરજી ઓનલાઈન પોર્ટલ પર સ્વીકારવામાં આવે છે.

મેરીટ લીસ્ટ ઉમેદવારો દ્વારા રજુ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ અને અરજીમાં દર્શાવવામાં આવેલ માર્ક્સના આધારે આપોઆપ વેબસાઈટ દ્વારા જનરેટ થતું હોવાથી ભરતી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શિત બને છે. અરજીની વિગતો અને ઉમેદવારો દ્વારા રજુ કરેલ ડોક્યુમેન્ટ અધૂરા, ખોટી વિગતો અથવા અન્યહોય તો ઓનલાઈન ભરતીની ગાઈડલાઈનમાં દર્શાવેલ સૂચનાઓની શરત નં.-૧૮ મુજબ ઉમેદવારી રદ્દ થવા પાત્ર રહે છે. અને શરત નં-૧૭ મુજબ જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ/ સ્કોર દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી / કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ / સ્કોરની ગુણની ગણતરી અથવા યુનિવર્સિટી / કોલેજ પાસેથી એ ગણતરી થયેલ માર્કસનું પ્રમાણપત્ર / માર્કશીટ ફરજીયાત અપલોડ કરવાના થાય છે. આમ, ગાઈડલાઈનમાં દર્શાવેલ તમામ શરતોનું ફોર્મ ભરતી વખતે ફરજીયાત રીતે પાલન કરવાનું હોય, ફોર્મ ભરતી વખતે એકપણ ભુલ થાય તેવા સંજોગોમાં અરજી રદ થવાને પાત્ર છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન આવેલ અપીલ અરજીઓની રૂબરૂમાં સુનાવણી કરી અપીલનો જવાબ ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગના તા.૨૫/૧૧/૨૦૧૯ના ભરતીના નિયમો મુજબ મેરીટમાં પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરી સબંધિત ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવશે, તેમ પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઇસીડીએસ, જિલ્લા પંચાયત, નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है