
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પતિ દ્રારા ઘરેલું હિંસાનો ભોગ બનતી પરણિતાની મદદે અભ્યમ નવસારી ટીમ:
ગત રોજ એક પીડિત મહિલાએ નવસારી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ને ફોન કરીને જાણ કરેલ કે પતિ નશો કરીને રોજ તેમને હેરાન કરે છે અને પતિ દ્વારા રોજ રોજની હેરાન ગતિ માથી તેમને મુક્ત કરાવવા માટે અપીલ કરી હતી. જેથી નવસારી ૧૮૧ અભ્યમ ટીમે ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી પત્ની ને હેરાન કરતા પતિને રોક્યો હતો.
જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે તેમના પતિ કોઈ પણ નોકરી કે ધંધો કરતા નથી.અને છૂટક મજૂરી જાય છે. અને વ્યસન કરી હેરાન કરે છે અને પોતે મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પતિ કોઈ પણ મદદ કરતા નથી. અને વ્યસન કરવા માટે પૈસા માંગે છે અને આપવાની ના જણાવે તો અપશબ્દો બોલે છે અને આજરોજ પણ વ્યસન કરી મહિલા અને તેમના બાળકોને ખૂબ જ ખરાબ અપશબ્દો બોલી અને હાલ જ ઘરમાંથી નીકળી જવા માટે જણાવતા હતા અને ખોટી શંકા કરી હેરાન કરે છે જેથી ૧૮૧ ટીમ પહોંચી તેમના પતિને કાયદાકીય માહિતી આપી અને સમજાવતા તેમના પતિએ જણાવેલ કે હવે પછી આવી ભૂલ ન થાય અને ભૂલ કરવા બદલ માફી માગતા બંને પક્ષ પોતાની મરજીથી હવે પછીથી ઝઘડો ન કરવા બાહેધરી આપતા સમાધાન કરી અને મહિલાને મદદ કરી હતી. અને મહિલા પણ પતિને ટીમ આવી સમજાવતા પતિ માની જતા ૧૮૧ અભ્યમ નવસારી ટીમનો આભાર માન્યો હતો.