
શ્રોત: ગ્રામીણ ટુડે પ્રતિનિધિ
વાંસદા તાલુકા શિક્ષણ વિભાગના ખાતામાં થઇ રહી છે એટલી ધીમી કામગીરી કે વાંસકુઇ ગામના શિક્ષકમિત્ર સાથે આઠ વર્ષથી થઈ રહ્યો છે અન્યાય, ખાય રહ્યાં છે શિક્ષણ વિભાગના ધક્કા!
વાંસદા તાલુકાનાં વાંસકુઇ ગામના શિક્ષક સાથે થઈ રહ્યો છે અન્યાય તેવાં સંજોગોમાં સામાન્ય માનવી કેટલાં અંસે આવા વિભાગ પાસે રાખી શકે કામની આશા? વાંસકુઇ ગામના શિક્ષક છનાભાઇ ભાનુભાઇ ચૌધરીના ધર્મપત્ની સ્વર્ગવાસી જમનાબેન ભીમજીભાઇ જાદવનું ચાલુ નોકરીએ વાંસકુઇ પ્રાથમિક શાળામાં સેવા બજાવતા તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ અવસાન થયું હતું, સમય વિતતા આજે આઠ -આઠ વર્ષ દરમિયાન અનેક રજૂઆત અનેકો અધિકારીઓને કરવા છતાં હજુ સુધી જૂથ વીમાના નાણાં મળ્યા નથી, આ સંજોગોમાં વાંસદા શિક્ષણ ખાતા પર પ્રશ્ન ઊભો થાય છે કે શિક્ષણ જગતમાં શું આ પહેલો જ જુથ વિમાના નાણાંનો કેસ આવ્યો છે ? કે આપને આપનાજ વિભાગનાં વ્યક્તિની ખાતાકીય મદદ કરવામાં આટલી વાર?
હવે જોવું રહ્યું સાંપ્રત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલ ફરજ બજાવનાર જવાબદાર અધિકારી શ્રી હરિશસિંહ પરમાર સાહેબ જૂથ વીમાના નાણાં અપાવશે કે કેમ ? તેમ ન થતાં શિક્ષક છનાભાઇ ભાનુભાઇ ચૌધરીએ ગાંધી ચીંધ્યા માર્ગે લડત આપવા કરી હતી મીડીયાને રજૂઆત;
શ્રોત: અમિત મૈસુરીયા વાંસદા નવસારી.