બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

મધ્યપ્રદેશનાં નાથ કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલાં આપ્યું રાજીનામું.!

કમલનાથે રાજીનામુ આપ્યા બાદ હવે ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, શિવરાજ CM બનશે? 25 સીટ પર પેટાચૂંટણી થશે

કમલનાથે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભાજપે અત્યાર સુધીમાં અમારા 22 ધારાસભ્યો (MLA)ને બંધક બનાવ્યા છે, કમલનાથે આરોપ લગાવતા કહ્યું કે  કરોડો રૂપિયાનો ખર્ચ કરી ખેલ ખેલવામાં આવી રહ્યો છે.

  • મુખ્યમંત્રી કમલનાથે એક વર્ષ ત્રણ મહિના સુધી સરકાર ચલાવ્યા બાદ શુક્રવારે રાજીનામુ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે સાંજે 5 વાગ્યા સુધીમાં ફલોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. જોકે કમલનાથના રાજીનામા બાદ હવે તેની જરૂર પડશે નહિ. તેમના રાજીનામાની સાથે જ ભાજપ માટે સરકારે બનાવવાનો દાવો રજૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે,
  • કદાચ ;  રાજ્યપાલ હાલની સ્થિતિમાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનું કહી શકે છે. ભાજપ તેને સ્વીકાર કરીને સરકાર બનાવવાનું કહી શકે છે.
  • અથવાતો;  રાજ્યપાલના કહેવા પહેલા ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેઓ ધારાસભ્યોને બીજી વખત પરેડ કરાવી શકે છે અને સમર્થન પત્ર સોંપી શકે છે.
  • ભાજપ સરકાર બનાવી લે છે તો તેને વિધાનસભામાં ફલોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
  • અગર ભાજપ સરકાર બનવે છે તો, શિવરાજસીંહ ચૌહાણ  ચોથી વખત સીએમ બની શકે છે, 
  • પડકારો ભાજપ માટે મધ્ય પ્રદેશમાં ઘણાં છે, જેમ કે  વિધાનસભામાં 230 સીટ છે. બે ધારાસભ્યોના નીધન બાદ પ્રથમ 2 સીટ ખાલી છે. સિંઘિયા સમર્થક કોંગ્રેસના 22 ધારાસભ્યો બળવાખોર થઈ ગયા હતા. તેમાં 6 મંત્રી હતી. સ્પીકર એન પી પ્રજાપતિ આ તમામના રાજીનામા મંજૂર કરી ચૂક્યા છે. શુક્રવારે સવારે સ્પીકરે કહ્યું ભાજપના ધારાસભ્ય શરદ કોલે પણ રાજીનામુ આપ્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. આ રીતે 25 સીટો હવે ખાલી છે. તે પર 6 મહીનામાં ચૂંટણી થનાર છે.
  • ભાજપની પાસે  અત્યારે  106 ધારાસભ્યો છે. 4 અપક્ષ તેમના સમર્થનમાં આવ્યા તો ભાજપ ધારાસભ્યોની સંખ્યા 110 થઈ જાય છે. 25 સીટ પર પેટાચૂંટણી થવા પર ભાજપને બહુમતી માટે બીજી 6 સીટની જરૂર પડશે. જો અપક્ષે ભાજપનો સાથ ન આપ્યો તો પેટાચૂંટણીમાં પાર્ટીને 10 સીટો જીતવી પડશે.
  • કોંગ્રેસને અપક્ષોની સાથે રહેવા પર પેટાચૂંટણીમાં 17 અને અપક્ષોએ પાર્ટી બદલવા પર 21 સીટ જીતવી પડશે. જો અપક્ષોની સાથે-સાથે સપા-બસપાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો તો તેને સત્તા પરત લાવવા માટે 24 સીટો જીતવી પડશે.
  • કમલનાથે કહ્યું કે, દરેક વાતની  સત્યતા થોડા જ સમયમાં સામે આવી જશે. અમે ત્રણ વખત વિધાનસભામાં બહુમત સાબિત કર્યું છે. બીજેપી તરફથી જનતાનો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. લોકતાંત્રિક મૂલ્યોની હત્યા કરવામાં આવી રહી છે. જનતા તેમને કોઈ દિવસ માફ નહીં કરે. 
  • આજે થશે વિશેષ બેઠક

    સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મધ્યપ્રેદશ વિધાનસભાની વિશેષ બેઠક આજે  થશે. જેનો એક માત્ર એજન્ડા કમલનાથ સરકારને વિશ્વાસ મત દ્વારા બહુમતી સાબિત કરવાનો મોકો આપવામાં આવશે. માનવમાં આવી રહ્યું છે કે તેની સાથે રાજ્યમાં પાછલા 15 દિવસોથી વધુ સમયથી ચાલી રહેલા રાજકીય સંકટનું સમાધાન આવી જશે અને કમલનાથ સરકારનું ભવિષ્ય પણ નક્કી થઈ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है