શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા મોબાઈલ ટાવરના ઇન્સ્ટોલેશનને લગતી છેતરપિંડી પર જાહેર સલાહ જારી :
ટેલિકોમ્યુનિકેશન વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા મોબાઈલ ટાવરની સ્થાપના સંબંધિત છેતરપિંડી અંગે જાહેર સલાહ જારી કરવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)ના ધ્યાન પર આવ્યું છે કે કેટલીક અનૈતિક કંપનીઓ/એજન્સી/વ્યક્તિઓ સામાન્ય જનતાને છેતરે છે અને મોબાઈલ ટાવર લગાવવાના નામે તેમને માસિક ભાડા વગેરેનું વાયદો આપીને પૈસા વસૂલે છે.
આ સંદર્ભે જાહેર જનતાને આથી જાણ કરવામાં આવે છે કે:-
- DoT/TRAI પ્રત્યક્ષ કે આડકતરી રીતે મોબાઈલ ટાવર લગાવવા માટે જગ્યા લીઝ પર આપવા/ભાડે આપવા સાથે સંકળાયેલ નથી.
- DoT/TRAI અથવા તેના અધિકારીઓ મોબાઈલ ટાવર લગાવવા માટે કોઈ “નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ” જારી કરતા નથી.
- ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (ટીએસપી) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ (આઈપી-1), જે મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ કરવા માટે અધિકૃત છે, ની અપડેટ યાદી DoT વેબસાઈટ https://dot.gov.in અને https://dot.gov.in/infrastructure-provider પર ઉપલબ્ધ છે.
- જો કોઈ કંપની/એજન્સી/વ્યક્તિ મોબાઈલ ટાવર લગાવવા માટે પૈસા માંગે તો વધુ સાવચેતી રાખવા અને કંપનીના ઓળખપત્રોને ચકાસવા માટે લોકોને આથી ચેતવણી આપવામાં આવે છે. TSPs અને IP-1s ના સંગઠને પુષ્ટિ કરી છે કે તેમના સભ્યો મોબાઈલ ટાવર લગાવવા માટે કોઈ પૈસાની માંગણી કરતા નથી.
- જો કોઈ વ્યક્તિ આવી કોઈ છેતરપિંડીની પ્રવૃત્તિનો સામનો કરે છે, તો તે/તેણી સ્થાનિક પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ કરી શકે છે.
- વધુમાં, DoTના સ્થાનિક ક્ષેત્ર એકમોનો પણ સંપર્ક કરી શકાય છે જેમની સંપર્ક વિગતો DoT વેબસાઇટ https://dot.gov.in/relatedlinks/director-general-telecom પર ઉપલબ્ધ છે.