શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જીલ્લામાં વધતા પ્રોહી ગુનાઓ અને થતાં રોડ અકસ્માત બાબતે નર્મદા પોલીસ બની સતર્ક: બાઈક ચાલક જુવાનીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો:
નર્મદા જીલ્લાનાં કોકમ મંદિરે મહાદેવજીના દર્શન કરવાના બહાને મહારાષ્ટ્ર તરફ થી દારૂ ઢીચીને આવતા નબીરાઓને ઝબ્બે કરી સબક શીખવાડતી ડેડીયાપાડા પોલીસ:
હાલ માં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહેલ હોય ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લોકો ખુબજ સાદાઈ થી ઉજવી રહ્યા છે, પરંતુ બીજી તરફ યુવાનીમાં પ્રવેશ કરી રહેલુ યુવા ધન રસ્તો ભટકી જઈ ખરાબ સંગતના રવાડે ચડી દારૂ અને જુગારની લતે ચડી નશા માં એવા તો ભાન ભૂલી જાય છે કે પોતાના જીવ ની પણ પરવાહ કર્યા વગર બેફામ વાહનો ચલાવી નિર્દોષ રાહદારીઓને પણ અડફેટ માં લઇ પોતાની સાથે બીજાની જિંદગીઓ સાથે પણ ચેડાં કરતા હોય છે, આવા તત્વો ને સબક શીખવાડવા માટે નર્મદા પોલીસ વડા શ્રી હિમકર સિહ તથા રાજપીપલા ડિવિજન નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ડેડીયાપાડા પી.એસ.આઇ એ.આર ડામોરે પોલીસ સ્ટાફ સાથે કોકમ મદિર પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધરતા વાહન ચેકીંગ દરમ્યાન અગિયાર જેટલા દારૂ પીધેલી હાલતમાં યુવાનો ને ઝડપી પાડી ને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પાચ જેટલા દારૂ પીધેલી હાલતમાં. પકડાયેલ વાહન ચાલકો વિરુદ્ધમા એ.વી એક્ટ 185 તથા છ જેટલા દારૂ પીધેલા યુવાનો વિરુદ્ધ માં પ્રોહી એક્ટ 85(1) મુજમ ગુનો દાખલ કરી તથા બે વાહનો એમ.વી એક્ટ કલમ 207 મુજબ ડીટેઈન કરી ને આવનારા તહેવારો માં અકસ્માત નિવારણ માટે ના સખત માં સખત પગલાં લઇ લોકો ની જાન માલ ની સલામતી માટે ડેડીયાપાડા પોલીસે પણ કમર કસી લીધી છે.