
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પીત કરી: સાથે અનેક અવસરો જેમકે મહાવીર જયંતી, ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પણ સંક્રાંતિ, પુથન્ડુના શુભ અવસર, બોહાગ બિહુના અવસર પર શુભેચ્છાઓ પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફત પાઠવી હતી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ દિવસ આપણા રાષ્ટ્ર માટેના તેમના સપનાઓને સાકાર કરવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો દિવસ છે.”
પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ કર્યા, ખાસ કરીને શાંતિ, કરુણા અને ભાઈચારા પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“મહાવીર જયંતીના શુભ અવસર પર શુભેચ્છાઓ.
ભગવાન મહાવીરના શાશ્વત ઉપદેશો અને જીવ દયા પરનો ભાર ન્યાયી અને દયાળુ સમાજનું નિર્માણ કરવામાં મદદ કરી શકે છે.
ભગવાન મહાવીરના આશીર્વાદ આપણા સમાજમાં શાંતિ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે.”
પ્રધાનમંત્રીએ લોકોને ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર શુભેચ્છા પાઠવી:
પ્રધાનમંત્રીએ લોકોને ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર શુભેચ્છા પાઠવી;
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પણ સંક્રાંતિની શુભેચ્છાઓ.
નવું વર્ષ ખુશીઓથી ભરપૂર રહે.
આપણા સમાજમાં ભાઈચારાની ભાવના આગળ વધે અને દરેકનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે.”
પ્રધાનમંત્રીએ બોહાગ બિહુના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોહાગ બિહુના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ વિશેષ તહેવાર જીવંત આસામી સંસ્કૃતિને દર્શાવે છે. શ્રી મોદીએ એવી પણ શુભેચ્છા પાઠવી કે આ બિહુ દરેકના જીવનમાં સુખ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“હેપ્પી બોહાગ બિહુ!
આ ખાસ તહેવાર જીવંત આસામી સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે.
આ બિહુ દરેકના જીવનમાં સુખ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.
પ્રધાનમંત્રીએ પુથન્ડુના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને તમિલ લોકોને શુભેચ્છા પાઠવી:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુથન્ડુના અવસર પર દરેકને અને ખાસ કરીને તમિલ બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“પુથન્ડુ દરેકને, ખાસ કરીને મારી તમિલ બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ.
આવનાર વર્ષ સફળતા અને ખુશીઓ સાથે વીતે એવી શુભકામના. તમારી બધી આકાંક્ષાઓ પૂર્ણ થાય. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.”