
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જ્ઞાનદીપ વિદ્યાલય ઉંચામાળા ખાતે CISF (KAPS) દ્વારા દેશના સુરક્ષા દળો માં જોડાવા અંગે નું માર્ગદર્શન અપાયું:
વ્યારા-તાપી: તા.૨૪- શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય ઉંચામાળા ના હોલમાં CISF (KAPS) દ્વારા વિદ્યાર્થીઓને દેશના સુરક્ષા દળો માં જોડાવા અંગે નું માર્ગદર્શન અને પ્રોત્સાહન અંગેનો કાર્યક્રમ તારીખ 22/ 2/ 2022 ના રોજ યોજવામાં આવ્યો હતો. આ તબક્કે CISFના ઇન્સ્પેક્ટર શ્રી રણવીર સિંહ રાવત, હેડ કોન્સ્ટેબલ સુનિલજી લાડ, હેડ કોન્સ્ટેબલ સુનિતા શિંદે તથા તેમના સ્ટાફે વિવિધ સુરક્ષા દળો જેવા કે CISF, BSF, CRPF, SSB જેવી ભરતી પ્રક્રિયા વિશે માહિતી આપીને વિદ્યાર્થીઓને આ દળોમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત CISF ના “સંરક્ષિકા” સંસ્થાનાં પ્રેસિડેન્ટ શ્રીમતિ જ્યોતિ સિંઘે હાજર રહી દેશના વિવિધ રાજ્યોની વિવિધ કલા જેવી કે મધુબની (મધ્યપ્રદેશ), પિચવઈ (રાજસ્થાન), વારલી (મહારાષ્ટ્ર) વગેરે વિશે માહિતી આપી બહેનોને આ વર્કશોપમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ તબક્કે શાળાના આચાર્યશ્રી બકુલભાઈ ચૌધરીએ મહેમાનોનું પ્રાસંગિક ઉદબોધન અને ફૂલોથી સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.