દક્ષિણ ગુજરાત

Kvk ખાતે વિશ્વ મધમાખી દિનની ઉજવણીના ભાગરૂપે મહિલા સામખ્ય-તાપીના સહયોગથી ઓનલાઈન વેબીનાર યોજાયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જંતુનાશકો છાંટતી વખતે મધમાખીને ઓછામાં ઓછું નુકસાન થાય તેની કાળજી રાખવી જોઈએ : ડો. સી. કે. ટીંબડીયા

Kvk ખાતે વિશ્વ મધમાખી દિનની ઉજવણીના ભાગરૂપે મહિલા સામખ્ય-તાપીના સહયોગથી ઓનલાઈન વેબીનાર યોજાયો: 

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે તા. ૨૦, મે ૨૦૨૧ના રોજ ખેડૂતોની આવક બમણી કરવા માટે ‘ભારત કી આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિશ્વ મધમાખી દિવસની ઉજવણી મહિલા સામખ્ય-તાપી ના સહયોગ થી ઓનલાઈન વેબીનારના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી.જેમાં તાપી જીલ્લાના કુલ ૬૦ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારીના ડો. સી. કે. ટીંબડીયાએ જણાવ્યું હતું કે જંતુનાશકો છાંટતી વખતે મધમાખીને ઓછામાં ઓછું નુકસાન થાય તેની કાળજી રાખવી જોઈએ. મધમાખીઓ પીળા રંગ તરફ વધારે આકર્ષાય છે. પરાગનયનની ક્રિયામાં મધમાખીનો મહત્વનો ફાળો છે. આ દિવસે દૂનિયાના બધા દેશો જાગ્રત થાય અને પ્રકૃતિના ફાળાને સમજે તે હેતુથી ઉજવણી કરવામાં આવે છે.મધમાખી પાલનથી ખેતીની સાથે આપણે વધારાની આવક પણ મેળવી શકીએ છીએ તે બાબતની વિસ્તૃત માહિતી ઉદાહરણો સહિત ખેડૂતોને સમજાવી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાને આવકારી સદર વેબીનારનો હેતુ સમજાવતા જણાવ્યુ હતુ કે આજે ૨૦ મે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવીએ છીએ. લગભગ ૨ બિલિયન મધમાખી આ દુનિયામાં છે. પહેલો વિશ્વ મધમાખી દિવસ ૨૦, મે ૨૦૧૮માં ઉજવવામાં આવેલ હતો. આજના દિવસે ખેડૂતોને મધમાખી દ્વારા પરાગનયનનું મહત્વ મધમાખીને વિવિધ રીતે થતું નુકસાન અને પાક ઉત્પાદનમાં તેનો શું ફાળો છે તે જાણવા યુનાઈટેડ નેશન દ્વારા એન્ટોન જાન્સા કે જેઓ મધમાખી પાલનનાં જનક છે તેમના જન્મ દિવસ ૨૦મીમે ને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કેવિકેના પાક સંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિક પ્રો. એન, કે. કવાડએ મધમાખી ઉછેરને લગતી યોજનાકીય માહિતી અને મધમાખીના વિવિધ રોગ-જીવાત અને તેના નિયંત્રણ વિષે વિસ્તૃત માર્ગદર્શનઆપ્યું હતું. મદદનીશ પ્રાધ્યાપક, ફોરેસ્ટ્રી કોલેજ, નકૃયૂ, નવસારીના ડો, અભિષેક મહેતાએ મધમાખી ઉછેરમાં વપરાતાં જુદાજુદા સાધનો અને મધમાખી ઉછેરથી મળતી વિવિધ પેદાશો અને તેના ફાયદાઓ વિષે વિગતવાર માહિતી આપી હતી.

વેબીનારનું સંચાલન અને આભાર વિધિ ડો. અર્પિત જે. ઢોડીયા, વૈજ્ઞાનિક(કૃષિ વિસ્તરણ)એ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है