દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના સરળ સંચાલન માટે નિમાયેલા નોડલ અધિકારીઓની જરૂરી વિગતો સાથેની નામાવલિ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા :- રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮, ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતો અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આદર્શ આચાર સંહિતાના અમલ સાથે મુક્ત, ન્યાયી અને તટસ્થ રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીના સરળ સંચાલન સાથે સુપેરે પાર પડે તે માટે વિવિધ નોડલ અધિકારીશ્રીઓની કરાયેલી નિયુક્તિની નામાવલિ નીચે મુજબ છે.

તદ્અનુસાર એમ.સી.સી. અને આચારસંહિતાના અમલ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ. ડિંડોર (મો.નં.૯૮૨૫૬૧૭૩૯૯ અને ૯૫૭૪૦૫૫૧૯૨), પોસ્ટલ બેલેટ પેપર માટે પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે. પટેલ (મો.નં.૯૯૭૮૪૦૫૬૪૫), પ્રચાર અને મિડીયા માટે નાયબ માહિતી નિયામકશ્રી વાય.આર. ગાદીવાલા (મો.નં.૯૪૨૮૬૯૪૯૭૬), ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી વી.ડી. અચલ (મો.નં.૯૯૨૫૮૪૨૫૪૨), સ્ટાફ વેલફેર માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલ (મો.નં.૯૯૭૮૯૬૭૬૦૨), તાલીમ મેનેજમેન્ટ અને સ્વીપ કાર્યક્રમ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશકુમાર પટેલ (મો.નં.૯૯૦૯૯૭૧૬૮૬), ઓબ્ઝર્વરશ્રીના નોડલ અધિકારીશ્રી તરીકે જિલ્લા પુરવઠા મામલતદારશ્રી ડી.જે. ગોહેલ (મો.નં.૯૪૨૭૩૦૬૩૮૫), મટીરીયલ મેનેજમેન્ટ માટે કલેક્ટર કચેરના જનસંપર્ક અધિકારીશ્રી એચ.કે.ગઢવી (મો નં.-૭૨૬૫૦૨૭૦૧૩) ઇવીએમ મેનેજમેન્ટ માટે જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એમ. મકવાણા (મો.નં.૯૪૦૮૪૫૨૭૧૩), હેલ્પલાઇન અને ટેલીફોન કંટ્રોલ રૂમ માટે જિલ્લા આંકડા અધિકારીશ્રી એ.જે. વસાણીયા (મો.નં.૯૪૨૮૭૧૮૨૨૫), કોવિડ-૧૯ અંતર્ગત કામગીરી માટે એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ. કશ્યપ (મો.નં.૯૦૯૯૯૪૩૩૩૫), તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારોના હિસાબોના મોનીટરીંગ માટે જિલ્લા તિજોરી અધિકારીશ્રી એન.જી. ગાવિત (મો.નં.૯૯૭૮૩૫૬૬૮૪), નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના હિસાબોના મોનીટરીંગ માટે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રી આર.એમ. ચૌધરી (મો.નં.૯૯૧૩૮૫૯૬૭૮) અને ચૂંટણી સ્ટાફના વ્યવસ્થાપન માટે ચીટનીશ-ટુ-કલેક્ટરશ્રી એસ.એન. સોની (મો.નં.૯૮૨૫૮૭૫૫૫૯) ને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है