દક્ષિણ ગુજરાત

સેલંબા ગામના તડવી ફળીયામાં જુગાર રમતા જુગારીઓને પકડી પાડતી સાગબારા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા બ્યુરો ચીફ  નિતેશભાઈ,  પત્રકાર પ્રકાશ વસાવા.

નર્મદા:  સાગબારા તાલુકા ના સેલંબા ગામ ના તડવી ફળીયામાં જુગાર રમતા જુગારીઓને પકડી પાડતી સાગબારા પોલીસ.

શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક સા. શ્રી નર્મદા નાઓ ની સુચના મુજબ તથા શ્રી રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી રાજપીપલા નાઓ ની  માર્ગદર્શન મુજબ પ્રોહી /જુગાર ની ગે. કા.પ્રવૃતી ઉપર કડક કાર્યવાહી કરવાના સુચન અને નિર્દેશન ના પગલે આજ  રોજ તા. 29/08/2020 ના રોજ શ્રી જી. કે. વસાવા પોલીસ ઇન્સપેક્ટર સાગબારાના ઓ એ બાતમી આધારે સાગબારા પોલીસ સ્ટાફ ના માણસો સાથે સેલંબા તડવી ફળીયામાં લીમડા ના ઝાડ નીચે જાહેર મા સ્ટ્રીટ લાઇટ ના અજવાળે પત્તા પાના વડે પૈસા નો જુગાર રમી રમાડતાં ઈસમો ઉપર રેડ કરતા સ્થળ ઉપરથી (1) દિલીપભાઈ કાશીરામ ભોઈ (2) ભરતભાઈ જગન્નાથ ચાંદડે (3) પુના હરચંદ ભોઈ (4) રમેશભાઈ રાજુભાઈ તેવર (5) કરણભાઈ રામસિંગ તડવી (6) જગન્નાથ રોહીદા વાળંદ તમામ રહે. સેલંબા તા. સાગબારા જી. નર્મદા ના ઓને પકડી પાડી તેમની અંગ ઝડતી માના રોકડ રૂપિયા 14,150/-તથા દાવ ઉપરના રોકડ રૂપિયા 3,470/-તથા પતા પાના નંગ 52 કિ. રુપિયા 00/-તથા મોબાઈલ કુલ નંગ 4 આશરે કિ. રૂ.6500/-મળી કુલ્લે રૂ. 24,120/-નો મુદ્દામાલ કબજે કરી જુગાર નો ગણના પાત્ર કેશ શોધી કાઢી આરોપીઓ સામે જુગાર ધારા કલમ 12 તથા હાલમાં કોરોના વાઇરસ મારામારી COVID -19 અંતર્ગત ઈ. પી. કો કલમ -269,188 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ની કલમ -51 (બી) મુજબ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આમ પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ના ઓ દ્વાર જીલ્લા પ્રોહી /જુગાર ની ગેર કાયદે  પ્રવૃતી આચરતા ઈસમો સામે સખત પગલા લેવા તથા વધુ મા વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઈસમો ને પકડી કાયદેસરની કાર્યવહી કરીને  જેલનાં  હવાલે કરવા સુચન ના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્ન શીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है