
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓને માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમના કેસોમાં ભરૂચ જિલ્લા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ એ.ટી.એમ. ફોડ, લોન-લોટરી ફોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફોડ, આર્મી નામે ou ફેસબુક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં ભરૂચ જિલ્લા સાયબર સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.
અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવ માં જુદા-જુદા ચાર અરજદાર ના રૂપીયા ઓનલાઇન રૂપીયા ટ્રાન્સફર થઇ ગયેલ હતા, જેમાં બે બનાવમાં અરજદાર દ્વારા Google.com વેબસાઇટ ઉપર થી કસ્ટમર કેરનો નંબર સર્ચ કરેલ છે નંબર ફેક નિકળતા અરજદાર સાથે છેતરપીંડી થયેલ. તેમજ બીજા બે બનાવોમાં સામાવાળા દ્વારા અરજદારોને પેયટીએમ અને ફોનપે ઉપર કેશબેક મળવા અંગેનું નોટીફીકેશન મોકલેલ જે ફરી નિકળતા અરજદાર બેંક ખાતા માંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધેલ, જે બનાવોમાં અરજદારો દ્વારા તાત્કાલિક સાયબર સેલની સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે ભોગ બનનાર અરજદારોના કુલ રૂ. ૩૯,૯૯૯/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
ભરૂચ જિલ્લા સાયબર સેલ દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારની બેન્કમાંથી માહિતી માટે ફોન આવે તો આવા ફોન નો જવાબ આપવો નહીં જરૂર જણાય તો રૂબરૂ બેંકમાં જઈ માહિતી મેળવી અથવા આપવી. “Google.com” ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેર નંબર પર ભરોસો કરવો નહીં, કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથીજ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઈ પણ પ્રકારની બેંકની માહીતી ઓ.ટી.પી., સી.વી.વી. ગુપ્ત પીન વગેરે આપવો નહીં કે કોપ પણ પ્રકારનું મોબાઇલમાં એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા કહે તો કરવું નહીં, તેમજ આપની જાણ માટે જ UP પીન ફક્ત ને ફક્ત રૂપીય ટ્રાન્સફર કરવા માટે એપમાં એન્ટર કરવાનો હોય છે, રૂપીયા રીસીવ કરવા માટે UP પીન એન્ટર કરવાનો હોતો નથી જેની તકેદારી રાખવી, આવા કિસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.
જરૂર જણાય ભરૂચ સાયબર સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા ૦૨૬૪૨-૨૨૩૩૦૩ અથવા ૧૦૦ પર સંપર્ક કરવો.