શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વ્યારા નગરપાલિકા દ્વારા રંગોળી સ્પર્ધા -૨૦૨૩નું કરાયું આયોજન:
આગામી ૦૯મી નવેમ્બરના રોજ યોજાશે રંગોળી સ્પર્ધા:
વ્યારા: તાપી જિલ્લામાં દર વર્ષે વ્યારા નગરપાલિકા દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વ્યારા નગરપાલિકા દ્વારા રંગોળી સ્પર્ધા ” ૨૦૨૩નું આયોજન આગામી તા.૦૯-૧૧-૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં જાહેર જનતાને ભાગ લેવા વ્યારા નગરપાલીકા ચિફ ઓફિસરશ્રી દ્વારા અખબારી યાદી દ્વારા અનુરોધ કરાયો છે.
આ સ્પર્ધાના નિયમો અનુસાર રંગોળી સ્પર્ધા માટે કોઇ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. ભાગ લેવા માટે કોઇ વયની મર્યાદા રાખવામાં આવી નથી. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધક વ્યારા નગરપાલિકા વિસ્તારનો જ રહેવાસી હોવો જોઈએ તથા સ્પર્ધાનો વિસ્તાર વ્યારા નગરપાલિકા વિસ્તારનો જ હોવો જોઈએ.
સ્પર્ધા બે વિભાગમાં રહેશે. (અ) મીંડાવાળી રંગોળી – માપ ૪ ફુટ × ૪ ફુટ અને (બ) ફ્રી હેન્ડ રંગોળી (મીંડા વગરની) માપ ૬ ફુટ × ૪ ફુટ. કોઈ પણ સ્પર્ધક એકજ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. દરેક વિભાગમાં આપેલ માપ કરતા નાની કે મોટી રંગોળી માન્ય ગણાશે નહી. મુખ્ય રંગોળી પોતાના ઘરે જ તૈયાર કરવાની રહેશે.
સ્પર્ધામાં વિષય વસ્તુની મેળવણી, કલાસુઝ, તથા સમગ્રછાપને ધ્યાનમાં લેવારો, રંગોળીમાં ફકત કરોઠી તથા રંગોનો જ ઉપયોગ માન્ય ગણાશે. બંને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનારને ઈનામ આપવામાં આવશે.
નગરપાલિકા કચેરી,વ્યારા ખાતેથી સ્પર્ધા માટેનું ફોર્મ લઇ શકાશે. ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ ૦૬/૧૧/૨૦૨૩ સોમવાર સ્પર્ધાની તારીખ આગામી ૦૯/૧૧/૨૦૨૩ ગુરુવાર રહેશે એમ વ્યારા નગરપાલીકા ચિફ ઓફિસરશ્રી દ્વારા જણાવાયું છે.
પત્રકાર: કીર્તન ગામીત તાપી