શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા વિશ્રામ ગૃહ ખાતે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા તેમજ તાલુકાના સભ્યો સાથે સાંસદ મનસુખભાઇ વસાવાની અગત્યની બેઠક યોજાઇ:
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વિશ્રામ ગૃહના પ્રંટાગણમાં આજે સવારે ૧૧ કલાકે તથા બપોરે ૦૩ કલાકે ડેડીયાપાડા તાલુકાના વિશ્રામગૃહના હોલમાં બંને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના તથા તાલુકા પંચાયતના સભ્ય તથા પાર્ટીના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ સાથે કોરોના મહામારીના સંક્ર્મણથી પોતાના મત વિસ્તારના લોકોને સાવચેત રાખવા તથા તેનાથી બચવા માટેના ઉપાયો વિશેની જાણકારી આપી લોકોને જાગૃત કરવા બાબતે અગત્યની બેઠક યોજવામાં આવી.
(૧) દરેક જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્ય તથા આગેવાન કાર્યકર્તાઓ તમે તમારી તંદુરસ્તી તથા પોતાનું સ્વાસ્થય સારૂ રહે અને પોતાના શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધે તે માટેના ઉપાયો કરવા અને સરકારના કોવીડ-૧૯ ના તમામ નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
(૨) દરેક જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા સભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓએ પોતાના મત વિસ્તારના ગામોની અંદરની પ્રજામાં કોરોના મહામારીના સંક્ર્મણને રોકવા ખાસ કરીને જે લોકોએ કોરોનાની રસી ન લીધી હોય તેવા લોકોને રસી લેવા માટે સમજણ આપવી અને વધુમાં વધુ લોકો ઝડપથી કોરોનાની રસી લે તેવા શક્ય તેટલા વધુ પ્રયત્નો કરવા અને કોરોના સંક્રમિત હોય તેવા પરિવારોને મદદરૂપ બનવાના પ્રયત્નો કરવા અને સરકારના કોવીડ-૧૯ ના ઉપાયો જેવા કે (૧) એક બીજાથી અંતર રાખો. (૨) વારંવાર સાબુથી હાથ ધોવો. (૩) નિયમિતપણે માસ્ક પહેરો. (૪) લગ્ન પ્રસંગ તથા દુઃખદ પ્રસંગમાં કારણ વગર બહાર જવાનુ ટાળો વગેરે નિયમો વિશે માર્ગદર્શન આપવું.
(3) શરદી-ખાસી કે ઉધરસ આવતી હોય તો તેવા લોકોએ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અથવા તો PhC સેન્ટરોમાં જઈ સારવાર કરાવો તથા ડોક્ટરની સલાહ મુજબ દવા લેવા જાગૃત કરવા તથા સરકારના તમામ નિયમોનું પાલન કરવા માટે માહિતગાર કરવાનાં પ્રયત્નો કરવા જેવા ઉપરોક્ત તમામ વિષય બાબતે માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં ખાસ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાથે તાલુકા પ્રમુખશ્રી રવિદાસ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મોતીભાઈ વસાવા, સિનિયર આગેવાનશ્રી રાજુભાઈ વસાવા તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી ચંદ્રકાન્તભાઈ લુહાર તથા જાનકી આશ્રમના સંચાલક સોનજીભાઈ વસાવા તથા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.