ક્રાઈમ

દેડિયાપાડા ખાતે નર્મદા પોલીસને ઊંઘતી ઝડપી સ્ટેટ વિજિલન્સની ટીમે આંકડાનો વેપલો કરતા પતિ પત્નિને ઝડપી પાડયા;

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે નર્મદા પોલીસ ને ઊંઘતી ઝડપી સ્ટેટ વિજિલન્સ ની ટીમે આંકડા નો વેપલો કરતા પતિ પત્નિ ને ઝડપી પાડયા;

27 ઇસમો સામે પોલીસે ગુનો નોંધી રૂપિયા 1.21 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો;

ડેડીયાપાડા પોલીસ મથક થી માત્ર 209 મીટર દૂર ચાલતા આંકડા ના અડ્ડા થી જીલ્લા પોલિસ વડા, નાયબ પોલીસ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સહિત સ્થાનીક ડેડીયાપાડા પોલીસ અજાણ ??

સ્થાનિક પોલીસ ની રહેમ નજર હેઠળ આંકડાનો વેપલો ચાલતો હોવાની સ્થાનિક લોકો મા ચર્ચા !!

નર્મદા જીલ્લા માં છેક ગાંધીનગર થી આવી સ્ટેટ વિજિલન્સ ની ટીમ આંકડા, જૂગાર,ની પ્રવુતિઓ આચરતા બૂટલેગરો ઉપર દરોડા પાડતી હોય છે, જેમાં સ્થાનિક પોલીસ અનેકવાર ઊંઘતી ઝડપાઈ છે.

સ્થાનિક પોલીસ ઉપર બૂટલેગરો સાથે મીલી ભગત કરી ને આંકડા જુગાર ની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઓ ચલાવવામાં આવતી હોવાના આરોપો અનેક લોકો લગાવે છે, અહીંયા સુધી કે એક બુટલેગરે તો સોશિયલ મીડિયામાં પોતના વિડિયો વાયરલ કરી પોલીસ ઉપર હપ્તા લઈ બેરોકટોક આંકડા, જૂગાર ની પ્રવુતિઓ ચાલતી હોવાનો આરોપ થોડા સમય પહેલા લગાવ્યો હતો !! ત્યારે ડેડીયાપાડા પોલીસ મથક થી માંડ 200 મીટર ના અંતરે બસ ડેપો ની સામે ગેરકાયદેરના આંકડા નો વેપલો ચાલતો હોવાની સ્થાનિક લોકો એ સ્ટેટ વિજિલન્સ ને જાણ કરતા સ્ટેટ વિજિલન્સ ની ટીમે છેક ગાંધીનગર થી આવી ડેડીયાપાડા મા રેડ કરી અડ્ડો ચલાવતા પતિ પત્નિ ને ઝડપી પાડયા હતા અને રૂપિયા 1,21,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને 27 ઇસમો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા ના બસ ડેપો સામે આવેલ સાંઈરામ ફૂટવેર ની બાજુમાં બુટલેગર પરેશ નવીનભાઈ તડવી અને તેની પત્નિ ચંપાબેન પરેશ તડવી નાઓ માણસો ને રાખી આંકડા નો વેપલો કરતા હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સ ને મળતાં સ્ટેટ વિજિલન્સ ની ટીમે પરેશ તડવી ના ઘરે રેડ કરી હતી, જેમાં પોલીસે રૂપિયા 42,260 રોકડા, મોબાઇલ ફોન નંગ 12 કિંમત રૂ. 79,000 તેમજ આંકડા લખવાના સાધનો મળી કુલ રૂપિયા 1,21,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને પોલીસે અડ્ડો ચલાવતા પતિ પત્નિ સહિત 14 ઇસમો ને ઝડપી પાડયા હતા,અને 13 ઇસમો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.

ડેડીયાપાડા ની સ્થાનિક પોલીસ ની નાક નીચે જ સ્ટેટ વિજિલન્સ ની ટીમે આંકડા જુગાર રમતાં બૂટલેગરો ને ઝડપતા સમગ્ર ગામમા ભારે ચકચાર મચી જવા પામી હતી. અડ્ડા નો માલિક પરેશ તડવી જે લોકો ને પોતે આંકડાનો કટિંગ કરીને વેપાર આપતો હતો એવા ત્રણ ઇસમો (1) નિકુંજ ભૂપેન્દ્ર ભાઇ મોદી રહે. ઉત્તર પટેલ ચાલી , યહામોગી ચાર રસ્તા પાસે, ડેડીયાપાડા, (2) કમલેશ રમણભાઈ વસાવા (3) વીરસિંગ બામણીયા ભાઇ વસાવા બંને રહે. કનબુડી નાઓ ને આંકડા કટિંગ કરાતાં હોવાનું સ્ટેટ વિજિલન્સ ની તપાસમાં બહાર આવ્યું હતું.

  આંકડા કટિંગની જાળ છેક મહારાષ્ટ્ર રાજ્ય સુધી લંબાયેલ નું બહાર આવ્યું;

ડેડીયાપાડા ખાતે પોલીસ ની નાક નીચે જ ચાલતા આંકડા જુગાર ની ગેરકાયદેસર પ્રવૃત્તિ ને સ્ટેટ વિજિલન્સ ની ટીમે ઝડપી પાડતાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, ડેડીયાપાડા ના સ્થાનિક બૂટલેગરો ના તાર છેક મહારાષ્ટ્ર રાજ્ય સુધી જોડાયેલા છે , પરેશ તડવી પોતાના ઘર માં આંકડા નો વેપલો કરતા ઝડપતા તેની પાસે થી સ્ટેટ વિજિલન્સ ને જાણવા મળ્યું હતું કે તે અન્ય લોકોને પોતાની પાસે આવેલા વેપાર નું કટિંગ કરેછે, જેમાં ડેડીયાપાડા ના નિકુંજ મોદી નુ નામ ખૂલ્યું હતું, જ્યારે સ્ટેટ વિજિલન્સ ની ટીમે નિકુંજ મોદી ની તપાસ આદરી હતી જેમાં તે સંદીપ ઉર્ફે અવિનાશ રહે. નવાપુર, નદુરબર, મહારાષ્ટ્ર નાઓને કટિંગ કરતો હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ડેડીયાપાડા આંકડા ના અડ્ડા પર રેડ દરમ્યાન ઝડપાયેલ આરોપીઓ;

(1) પરેશ નવીનભાઈ તડવી  (2) ચંપાબેન પરેશ તડવી (3) તેજસ ગંભીર ભાઇ વસાવા (4) અંકિત કુમાર સતિષભાઈ તડવી (5) વિનોદ નાનુભાઈ રાઠોડ (6) સોમજી જેઠાભાઈ વસાવા (7) જગદીશ પુનીયાભાઇ વસાવા (8) અતુલ દલસુખભાઈ વસાવા (9) રાજેશ ચુનીલાલ વસાવા (10) કાંતિલાલ બાવાભાઈ વસાવા (11) નરેશ જેઠાભાઈ પંચોલી (12) નિકુંજ ભૂપેન્દ્રભાઇ મોદી (13) વિરસિંગ બામણીયાભાઇ વસાવા (14) કમલેશ રમણભાઈ વસાવા

ડેડીયાપાડા સ્ટેટ વિજિલન્સ ની રેડ દરમ્યાન વોન્ટેડ જાહેર કરાયેલ આરોપીઓ;

(1)સુનીલ 2) આર. ડી.સામરપડા 3) વસંત મોટાં સુકાઅંબા (4) દિનેશ સુકાબા (5) સુરિયો કે. આંબા (6) પરિયો તડવી વેપાર (7)અતુલ (8) ઓપી ખાતમ (9) ભલો કુંડીઆંબા (10) કુંનબાર (11) મોસિટ. (12) કેવડી બે (13 ) સંદીપ ઉર્ફે અવિનાશ 

બૂટલેગરોએ મોબાઇલ નંબર થી પોતાના વેપારીઓ ના નંબર નોધેલ હતા, જે પોલીસ દ્વારા ચેક કરી ને આંકડા જુગાર ની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઓને સોધી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है