શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નલીન ચૌધરી, સુરત જિલ્લાનાં વાંકલ ખાતે આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષી કોંગ્રેસ સમિતીની બેઠક મળી હતી:
માંગરોળ : સ્થાનિક સ્વરાજ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફુંકાય ચુક્યું છે તેવાં સંજોગોમાં દરેક પક્ષ ચુંટણીને અનુલક્ષી મીટીંગોનો દોર ચાલુ થઇ ગયો છે, ત્યારે કોંગ્રેસ સમિતીનું મોવડી મંડળ દ્વારા જે તે બેઠક પર ઉમેદવારી કરવા આજરોજ માંગરોળ તાલુકાના વાંકલ ગામેની કન્યા છાત્રાલય ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ટિકિટ ફાળવણી માટે બેઠક મળી હતી. માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાંથી કોંગ્રેસના કાર્યકરો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી માટે દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજની કોંગ્રેસ સમિતિની બેઠકમાં વ્યારા મત વિસ્તારના ધારાસભ્યશ્રી પુનાજીભાઈ ગામીત, માજી સાંસદશ્રી કિશનભાઈ પટેલ, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહરભાઈ પટેલ સહિત આજુબાજુના ગામના કોંગ્રેસ પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારની પસંદગી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતીના મોવડી મંડળ સાથે ઉમેદવારી કરવા માટે અનેક દાવેદાર કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા. અને દરેક બેઠક માટે યોગ્ય ઉમેદવારોનાં પસંદગી માટે નામોની યાદીઓ કોંગ્રેસ પક્ષનાં રાજ્ય મોવડી મંડળ મોકલી દેવાય હતી.