
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશભાઈ
સુરત જીલ્લા ખાતેનાં માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ APMC ખાતે ખેડૂતોને નુકશાન કરતાં જે બીલો પસાર કર્યા છે એ પરત ખેંચવાની માંગ સાથે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તમામને ડિટેન્ડ કર્યા હતાં.
માંગરોળ: કેન્દ્ર સરકાર તરફથી તાજેતરમાં ખેડૂતો માટે જે ત્રણ બીલો સંસદમાં પસાર કર્યા છે. જેનો સમગ્ર દેશના કેટલાક રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહયો છે.
આજે ગાંધી જયંતીના દિવસે કોગ્રેસ તરફથી રાજ્ય ની તમામ APMC ઓ ખાતે આ પ્રશ્ને વિરોધ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલી APMC ખાતે આ કાયદાનો વિરોધ તથા હાથરસ ખાતે જે યુવતી ઉપર સામુહિક બળાત્કારની જે ઘટનાં બની છે. એમાં સામેલ તમામ ગુનેગારોને સખ્ત માં સખ્ત સજા કરવાની માંગ અને તંત્ર દ્વારા રાત્રીનાં અંધારામાં પીડિતાના મૃતદેહને પરિવારની સહમતી વગર સળગાવી દેવાયો તે બાબતે ઉત્તરપ્રદેશ સરકાર પર આરોપ લગાવ્યાં હતાં, સરકારનાં આવા કુણા વલણ માટે માંગરોળ તાલુકા સમિતિ દ્વારા શાંતિ પૂર્ણ વિરોધ પ્રદશન આયોજન કરાયું હતું: જેવાં ધારણા પર કોંગ્રેસનાં કાર્યકરો બેઠા એટલે ત્વરીત પોલીસ ટીમે આ તમામ કોંગ્રેસનાં કાર્યકરોને પોલીસ બસમાં બેસાડી ડિટેન્ડ કરી, વાંકલ સરકારી આરામગૃહ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નજર કેદ રાખવામાં આવ્યા છે, આ કાર્યક્રમમાં માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, સામજીભાઈ ચૌધરી, શાહબુદીન મલેક સહિત અનેક કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.