શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
મહિલા અને બાળ અધિકારીની કચેરી-તાપી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો:
તાપી: મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી – ડૉ.મનિષા એ. મુલતાનીના માર્ગદર્શન હેઠળ “ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫” ના કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન તાલુકા પંચાયત હોલ, સોનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, યુસુફભાઇ ગામીત તેમજ રેહનાબેન જિલ્લા પંચાયત સભ્ય હાજર રહ્યા હતા.જેમા – ડૉ.મનિષા એ. મુલ્તાની દ્વારા ગ્રામ્ય મહિલાઓને “ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫” ની કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી સંચાલિત જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપીના કેન્દ્ર સંચાલક મીના બેન,પરમાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ અને વિભિન્નક્ષેત્રોમાં મહિલાની આગવી ભાગીદારીની અંગેની ચર્ચા કરવામા આવી હતી અને મહિલા શક્તિ કેન્દ્ર, પીબીએસસી, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અભયમ – ૧૮૧, નારી અદાલત તાપી દ્વારા મહિલાઓની લગતી યોજનાઓ તેમજ મહિલા કાઉંસેલીંગ સેલ્ટર અંગેની માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરી સ્ટાફ વિવિધ મહિલા યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેમજ વ્હાલી દકરી યોજના અંતર્ગત ૧૩ મંજુરી હુકમ રૂ.૧૪,૩૦,૦૦૦/- ના વિતરણ કરવામાં આવ્યા હતા.