
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા
સમર્થ હોસ્પિટલ ની વાહ વાહી ના બેન્ડ વગાડતા ડો.વીરેન્દ્ર અશોક સિરસાગર દ્વારા જાણીતા અખબાર પેપરના પાને પોતાની સ્પષ્ટતા કરી જે બાબતે આરોગ્ય વિભાગે કબલ્યુ કે પૈસા ખર્ચી કરાવી છે જાહેરાત જ્યારે હાલમાં તપાસનું કામ પ્રગતિ માં છે.
આહવા ખાતે આવેલ સમર્થ હોસ્પિટલની વિવાદીત વિષય શંકાની સોય કોને વળગી છે કે સમર્થ હોસ્પિટલની તપાસના આજે લગભગ બે મહિના થી વધુ દિવસો વીત્યા છતાં તંત્ર કાચબાની ગતિએ કાર્ય કરી રહયું છે, માત્ર એક સમર્થ હોસ્પિટલની તપાસ માટે તંત્ર જો આટલી ગંભીરતા દાખવી રહી છે તો ડાંગ જિલ્લામાં આવેલ તમામ આવી હોસ્પિટલોની તપાસ સોંપવામાં આવે તો ડાંગ જીલ્લાનાં અમુક વિભાગનો વિકાસ પાક્કો..!!!
સમર્થ હોસ્પિટલ કે જ્યાં એમ. એસ ડીગ્રી ધારી ડૉ. વીરેન્દ્ર અશોક સિરસાગરે પોતાની સ્પષ્ટતા પુરવા પેપરમાં જાહેરાત કરી કે લેભાગુ પત્રકારો દ્વારા હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહ્યું છે, એકતરફ ડૉક્ટર ની જાહેરાત બાબતે ડાંગ આરોગ્ય વિભાગ દ્વારા લેખિતમાં આપ્યું છે કે જે જાહેરાત કરાવી હતી એ માટે આરોગ્ય વિભાગ કોઈ જવાબદાર નથી અને તપાસ ટિમની નિમણૂક કરી છે જેની તપાસ હાલ પણ ચાલુ જ છે માટે કોઈ સમર્થ હોસ્પિટલને કોઈ ક્લીન ચિટ મળી નથી , કહેવાય ને કે ” સત્ય હંમેશા પરેશાન થાય છે પણ પરાજિત થતું નથી ” માટે ડાંગ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી મારફત આરોગ્ય વિભાગને કડક શબ્દોમાં જવાબદારી સોંપવામાં આવે તેવી હવે લોકમાંગ ઉઠી છે,
આજે બે મહિના થી વધુ સમય વીત્યો છે છતાં આરોગ્ય વિભાગ કાચબાની ચાલે તપાસ કરી રહી છે,લોકો માં પણ ચર્ચા નો વિષય બન્યો છે કે ચોથા સ્થંભ (પત્રકારો ) ને માહિતી આપવામાં વિલંભ તો આમ જનતાની શુ સ્થિતિ થતી હશે.?
ડાંગ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ટિમ નિયુક્ત કરવામાં આવી છે પરંતુ આ તપાસ ટિમ ક્યાં જઈ ને અટકી એ બાબતે પણ કોઈ જાણકારી આપી નથી અથવા તો કયાંક ટેબલમાં ફાઇલ દબાઈ તો નહીં ને એમ લોકો માં ચર્ચાનો વિષય થવા પામ્યો છે , દરરોજ છાપામાં સમર્થ હોસ્પિટલના આવતા સમાચાર કેમ અટક્યા ,સમર્થ હોસ્પિટલ ડૉ .સિરસાગર એમ.એસ ડીગ્રી તો ય ડાંગ ના આદિવાસી લોકો ના સ્વાસ્થ્ય સાથે તમામ પ્રકાર ની સારવાર કેમ આપી રહ્યા છે? આવા અનેક પ્રશ્નો લોકો ના મનમાં ઉદ્ધભવી રહ્યા છે.
વધુ વાંચીશું આવતા એપિસોડમાં આરોગ્ય વિભાગ ની ટિમ ની તપાસ ના પુરાવા સાથે સમર્થ હોસ્પિટલ અંગે ની પુર્તતા ના પુરાવા સાથે.