
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન અને વિવિધ મોરચાની બેઠક યોજાઇ.
ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક, ધારાસભ્ય વિજયભાઇ પટેલ, ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર, જીલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાંવીત ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં પેજ સમિતિ, બુથ સમિતિ સહિત માઈક્રો ડોનેશન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ ડાંગ જિલ્લાની મુલાકાતે આવનાર હોય તમામ કામગીરી પૂર્ણ કરવા પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે હાંકાલ કરી હતી. ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લામાં તાપી પાર નર્મદા નદી લિંક યોજનાના ડેમોમાં લોકોની રજુઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવે તેવી ખાતરી આપી હતી.બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહામંત્રીઓ રાજેશભાઈ ગામીત, કિશોરભાઇ ગાંવીત, આઇટી સેલ ગીરીશભાઈ મોદી,તાલુકા પંચાયત પ્રમુખ શકુન્તલાબેન પવાર, બુધુભાઈ કામડી, જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ મોરચાના પ્રમુખ, મંત્રી, પ્રભારીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.