શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ મિલ્કત સંબંધી ચોરીના ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે . પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન.ઝાલા એલ.સી.બી.ભરૂચ નાઓએ જીલ્લામાં અગાઉ બનેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ભરૂચની ટીમ દ્વારા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા . જે પ્રયત્નોના ભાગરૂપે આધારે એલ.સી.બી.ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે એકાદ વર્ષ અગાઉ ભરુચ શહેરમાં ફલશ્રુતી નગરમા હારના ગોડાઉનમાં થયેલ ચોરીનો શંકાસ્પદ આરોપી ચાણોદ ખાતે રહે છે જેથી એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક ચાણોદ મોકલી આપવામાં આવેલ અને શંકાસ્પદ ઇસમને ચાણોદ થી વધુ પુછપરછ કરવા અત્રે એલ.સી.બી.કચેરી લાવી તેની ગુના સંબંધે ઉંડાણપુર્વક પુછપરછ કરતા તે ભાંગી પડી તેને સવાએક વર્ષ અગાઉ તેના બે મિત્રો સાથે ચોરી કરેલ હોવાની કબુલાત કરતા કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ સારૂ ભરૂચ શહેર “ બી ” ડીવી પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી ( ૧ ) રધુભાઇ નરોત્તમભાઇ વસાવા ઉ.વ. – ૨૮ ધંધો – મજુરી રહેવાસી . ઇન્દીરાનગર ઝુપડપટ્ટી એસ.ટી.ડેપો પાસે ભરૂચ હાલ રહેવાસી.ચાણોદ સત્યનારાયણ મંદીર પાસે તા.ડભોઇ જી.વડોદરા
શોધી કાઢેલ ગુનાની વિગત ( ૧ ) ભરૂચ શહેર “ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.ન 1 ૮૮/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ
કબજે કરેલ મુદામાલ મોબાઇલ નં -૧ કિંમત રૂપિયા ૫૦૦/-
આરોપીનો ગુનાહીત ઇતીહાસ પકડાયેલ આરોપી અગાઉ ભરુચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધોળીકુઈ બજારમાં તેલના ડબ્બાની દુકાન ચોરીમાં પકડાયેલ હતો
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી પી.એસ.બરંડા તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા હેડ.કોન્સટેબલ હિતેષભાઇ સંજયદાન તથા પો.કો.મહીપાલસિંહ , શ્રીપાલસિંહ , એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.