શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
ઉમરપાડા ,માંગરોલના કોંગ્રેસ કાર્યકરોની બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદા માટે વિરોધ કરવા જતા ધરપકડ કરવામાં હતી, કોંગ્રેસ કાર્યકરો ખેડૂત વિરોધી કાયદાનો આવેદનપત્ર આપવા જતા ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવા તેમજ સાથી કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદાના અનુસંધાને બારડોલી ખાતે આવેદનપત્ર આપવા જતા ખેડૂતોનો વિરોધ પ્રદર્શન સાથે પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારના કાયદા છે કે ખેડૂતોના હિતમાં નથી આ કાયદા રદ થાય અને જગતના તાત ખેડૂત તેના હિતમાં સરકાર આજે ત્રણ કાયદા બહાર પાડ્યા છે, એ પાછા ખેંચે એની માંગણી સાથે આજે બારડોલી ખાતે ધારણા તેમજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કોંગ્રેસ સમીતિ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી તેમજ અન્ય કાર્યકરોને પોલીસ દ્વારા ધરપકડ કરીને ડિટેન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કૌશિકભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા માંથી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ, ઠાકોરભાઈ વગેરે કાર્યકરોની પણ સાથે પોલીસે ધરપકડ કરી હતી.