શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
શારીરિક/માનસિક રીતે ત્રાસ આપતા અને કાઢી મૂકવાની ધમકીઓ આપતાં પતિ સાથે સુખદ સમાધાન કરાવતી મહિલા અભ્યમ્ ટીમ:
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા પાસે નાં ગામે એક મહિલા નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેમના પતિ શારીરિક/માનસિક રીતે ત્રાસ આપે છે. અને કાઢી મૂકવાની ધમકીઓ આપે છે. માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન રેસક્યું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉન્સેલિંગ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.. મળતી માહિતી મુજબ પીડિત મહિલા યે જણાવ્યું કે તેમને લવમેરેજ કર્યા હતા અને ૪ વર્ષ નું બાળક છે. તેઓ રાજપીપલા તાલુકા પાસેના ગામે મજૂરી કરવા માટે જાય છે. તો એક અઠવાડિયા તેઓ ત્યાં જ હતા.અને મને મજૂરી કરવા મૂકીને પતિ ઘરે આવી ગયા હતા. તો કોઈક ગામ નાં વ્યક્તિ યે તેમની કાન ભનભેરણી કરી કે એના ત્યાં અફેર હશે માટે જ ત્યાં મજૂરી કરવા જાય છે. તો તેઓ ની વાત માની ને હું ઘરે આવી તો લાકડી વડે મારી હતી જેથી માથા નાં ભાગે મને ૪ ટાંકા પણ આવ્યા છે. ત્યારબાદ તેમના પતિ નું કાઉંસેલિંગ કર્યું તેમને જણાવ્યું કે મને કોઈક ને કોઈક મળે તો આવી જ વાતો કરે તો મે એમની વાત માનીને માર્યું હતું. ખરેખર મને પણ નથી ખબર એમના અફેર છે કે નથી. ત્યારબાદ બંને પક્ષો ને સમજાવ્યા અને કાયદાકીય માહિતી આપી, સલાહ – સૂચનો આપ્યા, ત્યારે તેમના પતિ યે ભૂલ સ્વીકારી જણાવ્યું કે હવે પછી હાથ નાં ઉપાડુ અને સારી રીતે રાખીશું..અને આમ પારિવારિક ઝગડા નું નિરાકરણ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.