દક્ષિણ ગુજરાત

નિંગટ ગામેથી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

તારીખ ૨૬ ઓગષ્ટ ગુરુવારના રોજ ડેડીયાપાડા પોલીસ પ્રોહીબીસનની રેઇડમાં હતી, તે દરમ્યાન પોલીસ સ્ટાફના અમલદાર હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ ,કંચનભાઈ, હરેન્દ્રભાઈ તથા જીતેન્દ્રભાઈ નાઓને ખાનગી બાતમી મળતા નિંગટ ગામના નવી નગરીમાં બાતમી વાળા સ્થળ પર રેઇડ કરતા જશુબેન મગનભાઇ વસાવા ના રહેણાંક ધરેથી માળિયા ઉપર સંતાડેલ થેલા માંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો, જેમાં કવાટરીયા નંગ ૪૮ કિંમત રૂપિયા ૪,૮૦૦/- તથા ઈંપિરિયલ બ્લ્યૂ સેમ્પલ નંગ ૪૮ કિંમત રૂપિયા ૪,૮૦૦/- મળી કુલ રૂપિયા ૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મહિલા ઝડપાઇ જતા મહિલા વિરૂદ્ધ પ્રોહીબીસન એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है