શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
- તંત્ર કહે છે કે ઇકો સેન્સિટિવ ઝોન માં સમાવવાથી જમીન માલિકીના હક્ક માં ફેરફાર થતો નથી, પરંતુ આદિવાસીઓને આ વાત ગળે ઉતરે તેમ નથી.?
- BTP નાં ધારા સભ્ય. મહેશ વસાવાએ પણ રાજપીપળા કલેકટર કચેરીનો ઘેરાવો કરી, ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા બાબતે આવેદન આપ્યું:
નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેગ્યુ ઓફ યુનિટી બન્યું ત્યાર બાદ વિવિધ આકર્ષણો પણ ઉભા કરાયા ત્યારે વિવિધ પ્રશ્નો ને લઈ સ્થાનિક આદિવાસીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેની સાથેજ સરકારે નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓ ના 121 ગામો ને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવી જમીનો માં આ બાબતે હક્ક નોંધ પાડતા આદિવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ બાદ આદિવાસી સંગઠનોએ સરકાર વિરૂધ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આ બાબતે ભાજપના સાંસદ મનસુખભાઇ વસાવાએ પોતે વડાપ્રધાન મોદીને પત્ર લખી આ કાયદો રદ કરવા માંગ કરી છે અને બિટીપી ના ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ પણ રાજપીપળા કલેકટર કચેરી નો ઘેરાવો કરી આ કાયદો રદ કરવા રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદન પત્ર જિલ્લા કલેકટર ને આપ્યું છે વળી ડેડીયાપાડા ના ભાજપ ના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વસાવાએ સરપંચો ને ગ્રામ સભા બોલાવી ઇકોસેન્સિટિવ ઝોન અંગેની એન્ટ્રી બાબતે રદ કરવા ઠરાવ કરવા આહવાન કર્યું છે.
જોકે તંત્ર દ્વારા ઈકો સેન્સીટીવ ઝોનની રચના મુદ્દે ખુલાસો આપતા જણાવ્યું હતું કે આનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણીનો છે. જેનાં કારણે પરિસરિય પ્રવાસનની પ્રવૃત્તિને વેગ મળે છે અને સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. ઈકો સેન્સીટીવ ઝોન અંગે જે તે ગામની જમીનોનાં બીજા હક્કમાં નોંધ પાડવાનો હેતુ માત્ર સરકારી તંત્રની જાણકારી બહાર મોટા ઔધોગિક ગૃહો દ્વારા અથવા અન્ય દ્વારા આ વિસ્તારની જમીનોમાં પર્યાવરણને નુકશાન કરે તેવી કોઈ પ્રવૃત્તિ ન થાય તે માટે નિયંત્રણ મૂકવાનો જમીનનાં બીજા હક્કમાં ઈકો સેન્સીટીવ ઝોન અંગેની નોંધ કરવાથી જમીનની માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો નથી તેમજ ખાતેદાર આવી જમીન ગમે ત્યારે અન્યને વેચી શકે છે. આ જમીનો જે તે ખાતેદારોની જ રહે છે. આ નોંધ પાડવાના કારણે વન વિભાગનો કોઈ માલિકી હક્ક ઉભો થતો નથી.પરંતુ ખુદ ભાજપનાજ આદિવાસી સાંસદ મનસુખભાઇ વસાવા ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય ,બિટીપી ના ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ ભાઈ વસાવા તેમજ અન્ય આદિવાસી અગેવનો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ઉગ્ર વિરોધ કરાતા આ કાયદો આદિવાસીઓ ને ગળે ઉતરતો નથી તેમ કહી શકાય શકાય અને ક્યાંક ને ક્યાંક મૂળભૂત અધિકારો છીનવાઈ જવાનો આદિવાસીઓ ને ભય સતાવી રહ્યો છે તેમ લાગી રહ્યું છે આવનાર સમય બતાવશે કે આગામી સમયમાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે સરકાર આદિવાસીઓ નો વિશ્વાસ પ્રાપ્ત કરી શકશે કે વિરોધ ના વંટોળ મંડાશે…
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આદિવાસી વિસ્તારો માં અસંતોષ સરકાર માટે ચિંતાનો પણ વિષય છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.