દક્ષિણ ગુજરાત

નર્મદામાં જંગલની જમીન ખેડવા મુદ્દે પોલિસ-ફોરેસ્ટ ટીમ અને ટોળાં વચ્ચે ઘર્ષણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર 

સરકાર ના જંગલ ની જમીનો ખેડતા આદિવાસીઓને  તેના માલિક બનાવવા ની યોજના સામે પ્રશ્નાર્થ..સરકારની આદિવાશીઓ સાથે  બેવડી નીતિનાં આક્ષેપો? 
નર્મદા જિલ્લા ના શાકવા અને કોલીવાડા ( બોગજ) ગામે આદિવાસીઓ અને વનવિભાગ વચ્ચે જમીન ખેડાણ મામલો બિચકયો 30 ઇસમો સામે પોલીસ ફરિયાદ:

નર્મદા જિલ્લા મા જંગલની જમીન ખેડવા મુદ્દે શાકવા અને કોલીવાડા ગ્રામજનો વચ્ચે થ માથાકૂટ થઇ હતી , વનવિભાગ દ્રારા જંગલ વિસ્તારમાં ખેડાણ કરાતુ હોય વાવેલા પાક ને ઉખાડવા ટીમો પહોંચી હતી જયાં આદિવાસી ઓ અને વનવિભાગ વચ્ચે
ધર્ષણ થયુ હોવાનું જાણવા મળ્યું છે, જેનાં વિડીઓ થયા વાયરલ:

નર્મદા વન વિભાગ ગતરોજ શાકવા અને કોલીવાડા ખાતે જંગલ ની જમીન મા ખેડાણ કરેલ હોવાનું જાણી વાવેતર ઉખાડવા પહોચતા બબાલ સર્જાઈ હતી જેમાં ગામ ના આદિવાસીઓ અને વનવિભાગ વચ્ચે જમીન ખેડાણ મામલો બિચકયો હતો વર્ષો થી જમીન ખેડાણ કરવાનુ આદિવાસીઓ જણાવી રહયાછે.

વન વિભાગ ની ટીમે મામલો બિચકયો હોય પોલીસ ને બોલાવી હતી જયા ધર્ષણ વધ્યુ હતુ પોલીસ ની ગાડી ના કાચ ની તોડફોડ કરાઇ હતી. ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જંગલની જમીન ખેડવા મુદ્દે બે દિવસ અગાઉ શાકવા અને કોલીવાડ (બોગજ) ગામના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં કપાસનું વાવેતર ઉખેડવા ફોરેસ્ટ અધિકારી મજૂરો સાથે આવ્યાં હતાં. દરમિયાન 100 લોકોનું ટોળું વિરોધ કરવા ત્યાં આવી પહોંચ્યું હતું. સ્થિતિ વણસી જતા ફોરેસ્ટ અધિકારીએ પોલિસને જાણ કરતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને ટોળામાંથી તોફાની તત્ત્વોને પકડી પોલીસ મથકમાં લવાઈ રહ્યાં હતાં. દરમ્યાન ટોળાંએ પોલીસ અને ફોરેસ્ટનાં કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખટામ રાઉન્ડની બોર બીટમાં કંપાર્ટમેન્ટ 334 વાળી રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં ફુલસિંગ વાગડીયા વસાવા, અમરસિંગ જાતિયા વસાવા, નવજી અમરસિંગ વસાવા તથા નરેશ ગંભીર વસાવાએ (તમામ રહે. શાકવા ડેડીયાપાડા) ગેરકાયદેસર પ્રવેશ કરી 28/72020 નાં રોજ કપાસના 2400 રોપાઓ ઉખેડી નાખ્યા હતાં. એ જ જમીનમાં કપાસનું નવેસરથી વાવેતર કર્યું હતું એનું 2/9/2020 ના રોજ નેતરંગના મદદનિશ સંરક્ષક એ. ડી. ચૌધરી કોલીવાડ (બોગજ) ગામે 30 મજૂરીની મદદથી ઉખેડવા ગયા હતાં.

દરમિયાન દિનેશ મોહન વસાવા, જીજ્ઞેશ મોહન વસાવા, રામસિંગ દાજીયા વસાવા, ફુલસિંગ મોતિયા વસાવા (તમામ રહે. શાકવા) તથા કોલીવાડ બોગજ ગામના છગન સોનજી વસાવા સહીત અન્ય 100 લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું. સ્થિતિ બગડશે એવી ભીતિને પગલે ફોરેસ્ટ અધિકારીએ ડેડીયાપાડા પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. દરમિયાન ટોળાંએ ફોરેસ્ટ અને પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે 4-5 તોફાની તત્વોને પકડી પોલીસ વાહનમાં બેસાડવા જતા અન્ય લોકોએ પોલીસ સાથે જપાજપી કરી એક આરોપીને છોડાવી લઈ પોલિસ પર પથ્થરમારો કર્યો હતો.

આ હુમલામાં પો. કો અલ્પેશ ચંદુભાઈ વસાવા તથા હરેન્દ્ર સુખદેવ વસાવાને ઇજા પહોંચી હતી અને પોલીસની ગાડી GJ 22 GA 0187 ને નુકશાન થયું હતું. આ મામલે ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના તાજના સાક્ષી અને ફરિયાદી ડેડીયાપાડા પોલિસ મથકના PSI એ. આર. ડામોરે જણાવ્યું હતું કે અગાઉ ડેડીયાપાડાના શાકવા અને કોલીવાડ (બોગજ) ગામના લોકો વચ્ચે રિઝર્વ ફોરેસ્ટ જમીનમાં ખેડાણ મુદ્દે માથાકૂટ થઈ હતી એ મામલે ગુનો પણ નોંધાયો હતો. અમારી સાથે બનેલી ઘટનાનું મૂળ પણ એ જ છે. હાલ તો 30નાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર એક તરફ આદિવાસીઓને જંગલ ની જમીનો ના માલિક ધોષિત કરવા સનદો હકકપત્રો અપીલ રહી છે તયારે બીજી તરફ આદિવાસીઓ સાથે ધર્ષણ થતાં આ મુદ્દો આદિવાસી સમાજ મા ભારે ચર્ચાસપદ બનેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है