શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જનકુમાર વસાવા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામા સરપંચ પરિષદ- ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા, તિલકવાડા તાલુકા પ્રમુખશ્રી અરુણભાઈ તડવી તેમજ અન્ય હોદ્દેદાર, સરપંચ શ્રીઓ, ગામના વડીલ, આગેવાનો, અને ગામના ખેડૂત મિત્રો દ્વારા નર્મદા જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો બાબતે તિલકવાડા તાલુકાના મામલતદાર સાહેબશ્રી અને તિલકવાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ને રજૂઆત કરવામાં આવી કે, તિલકવાડા તાલુકામાં ગ્રામ પંચાયત માં નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર જે વર્ષોથી ચાલી રહ્યું હતું, અને તિલકવાડા તાલુકામાં 97 ગામ આવેલ છે, અને ૪૧ ગ્રામ પંચાયતો આવેલ છે, આ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, અને તિલકવાડા તાલુકા ખાતે ફક્ત એક જ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર જે વર્ષોથી ચાલી રહ્યું હતું, એને ફરીથી ચાલુ કરો કે જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે, અને ખેડૂતો ખૂબ સારી રીતે ખેતી કરી શકે, અને તેમાંથી યોગ્ય ઉત્પાદન મેળવી શકે જેથી આપણા દેશનો ખેડૂત મજબૂત થશે, અને પોતાના પાકનું ખૂબ સારુ વળતર મેળવી શકશે, આ બાબતે કલેક્ટરશ્રી નર્મદા ને પણ ગ્રામજનો ખેડૂત મિત્રો અને સરપંચ શ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી, કે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રની ઓફીસ તથા ગોડાઉન ફરીથી તિલકવાડા તાલુકામાં શરૂ થાય, અને એની તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરવા આવે.