
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત દ્વારા તા.૧૭ મી ઓકટોબરે ઓનલાઈન ભરતીમેળો યોજાશે, જેમાં સુરત જિલ્લાની અલગ – અલગ કુલ ૩૦ થી વધુ કંપનીઓની ૧૯૦૦ થી વધુ ખાલી જગ્યા માટે ઓન લાઈન ભરતી કરવામાં આવશે. જેમાં લાયકાત મુજબ રસ ધરાવતા નોકરી વાંચ્છું ઉમેદવારોએ તારીખ ૧૪મી સુધીમાં http://bit.ly/2rZc4Ii લિંક પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લેવું. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી કંપની દ્વારા ઈન્ટરવ્યું માટે ટેલિફોનીક સંપર્ક કરવામાં આવશે. ઓનલાઈન ભરતી મેળાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા મદદનીશ નિયામક (રોજગાર) તરફથી જણાવાયું છે.